સુરત મહાનગરપાલિકા ધ્વારા ટી.પી. સ્કીમના રસ્તાઓનો અગિ્રમતાના ધોરણે અમલ કરવા અભિયાન
January 05, 2023
સુરત મહાનગરપાલિકા ધ્વારા આયોજીત મહત્વના મોટા બહુહેતુક પ્રોજેકટોની સાથોસાથે સુરત શહેરમાં વસતા તમામ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેને પણ માન.કમિશ્નરશ્રી ધ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહેલ છે જે અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં અભુતપૂર્વ કહી શકાય તે મુજબ સમગ્ર સુરત શહેરમાં એકસાથે મહત્વના અને લોકોપયોગી ટી.પી. સ્કીમના રસ્તાઓનો અગિ્રમતાના ધોરણે અમલ કરવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ધ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી , ટાઉન પ્લાનીંગ વિભાગ તથા તમામ ઝોનના ઝોનલ ચીફશ્રીઓને સુચના આપવામાં આવેલ જે અન્વયે આજરોજ તમામ ઝોનના અગત્યના ટી.પી. રસ્તાઓના અમલ માટે ઝોનલ ચીફશ્રીઓના માર્ગદર્શન તથા કાર્યપાલક ઈજનેરશ્રીઓની સીધી દેખરેખ હેઠળ આજ રોજથી અભિયાન શરૂ કરવામાં આવેલ છે. સદર અભિયાન હેઠળ આજના પ્રથમ દિવસે કુલ અંદાજિત ૬૧,૦૦૦ ચો.મી. ક્ષોત્રફળના ટી.પી. રસ્તાઓના કબ્જા સુરત મહાનગરપાલિકા મેળવનાર છે તથા સદર અભિયાન આગામી ત્રણ દિવસ સુધી હાથ ધરવામાં આવનાર છે. સદર અભિયાનનો ઉદ્દેશ સદર વિસ્તારમાં વસતા દરેક નાગરિકોને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ તથા રોડ કનેકટીવીટી વહેલી તકે પૂરી પાડવાનો છે. સદર અભિયાન અંતર્ગત તમામ ઝોનમાં નીચે જણાવેલ રસ્તાનોનો આજરોજ ઝુંબેશ સ્વરૂપે અમલ કરવામાં આવેલ છે.
- નોર્થ (કતારગામ) ઝોનમાં સમાવિષ્ટ પિ્રલીમનરી ટી.પી.સ્કીમ નં. પ૧ (ડભોલી) માં આવેલ ફા.પ્લોટ નં. ૩૬ થી ૪૪ સુધી ૧૮.૦૦ મીટર પહોળાઈમાં કુલ ૪૬૮૦ ચો.મી. ક્ષોત્રફળ ધરાવતા રસ્તો ખુલ્લો થયેલ છે. જેનાથી અંદાજીત પ૦૦ જેટલા લોકો લાભાન્િર્વત થશે તેમજ ૩૦.૦૦ મી પહોળાઈના ટી.પી.રસ્તાની સળંગ કનેકટીવીટી મળી શકશે.
- જુનો પૂર્વ (વરાછા) ઝોન-એમાં સમાવિષ્ટ ડ્રાફટ ટી.પી.સ્કીમ નં.૩પ (કુંભારીયા-સારોલી-સણિયા હેમાદ-દેવધ) માં આવેલ ફા.પ્લોટ નં.ર૬ર થી રપપ સુધી ૧૮.૦૦ મી પહોળાઈનો કુલ ૪૬૮૦ ચો.મી. ક્ષોત્રફળ ધરાવતો રસ્તો ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. સદર રસ્તાનો કબ્જો મેળવવાથી સુરત-કડોદરાને લાગુ નવા ડેવલપ માકર્ેટ વિસ્તારમાં સુચારૂ વાહન વ્યવહાર તથા ટ્રાફિકની અવર-જવર માટે મહત્વનો રસ્તો નાગરિકો માટે ખુલ્લો થશે.
- નવો પૂર્વ (સરથાણા) ઝોન-બીમાં સમાવિષ્ટ ડ્રાફટ ટી.પી.સ્કીમ નં. ૩૮(નાનાવરાછા) માં વરાછા રોડથી સવજી કોરાટ બ્રીજ તરફ જતા ૪પ.૦૦ મી. તથા સુરત -કામરેજ ૬૦.૦૦ મી રોડના જંકશન પર આવેલ ફા.પ્લોટ નં. ૩ર/અ (નટવર નગર સોસાયટી) ના મકાનોથી બોટલનેક સજર્ાતો હતો,સદર ૪પ.૦૦ મી પહોળાઈમાં આવતા મકાનો /દુકાનો દુર કરી અંદાજીત રરપ૦ ચો.મી.ક્ષોત્રફળનો આજરોજ સ્થળ પર કબ્જો મેળવવામાં આવેલ છે. સદર રસ્તાનો કબ્જો મેળવવાથી સવજી કોરાટ બ્રીજથી સીમાડાનાકા જંકશન-કામરેજ મેઈન રોડ-બી.આર.ટી.એસ./મેટ્રો રૂટને જેાડતા જંકશન પર બોટલનેક દુર થયેલ છે. જે થકી શહેરના અતિ મહત્વના સુરત-કામરેજ રોડને લાગુ આ વિસ્તારમાં સુચારુ વાહન વ્યવહાર તથા ટ્રાફિકની અવર જવર માટે મહત્વનો રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો થયેલ છે.
- સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોન-બીમાં સમાવિષ્ટ ડ્રાફટ ટી.પી.સ્કીમ નં.૬૧ (પરવત-ગોડાદરા),ફા.પ્લોટ નં. ૪૪ થી આર-૧ર સુધીનો ડીમાર્ટ થઈ ધ્રુવ પાર્ક સોસાયટીનો ૧૮.૦૦ મી. પહોળાઈનો કુલ ૪૪૦ ચો.મી. ક્ષોત્રફળ ધરાવતો રસ્તો ખુલ્લો કરવાથી અંદાજીત ૬પ૦ જેટલા લોકો લાભાન્િર્વત થશે. તેમજ ૪પ.૦૦ મી પહોળાઈના ટી.પી.રસ્તાની સળંગ કનેકટીવીટી મળશે.
- સાઉથ (ઉધના) -એ ઝોન વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં. પપ (ભેસ્તાન) ફા.પ્લોટ નં. ૭ થી ર૭ સુધીના ૯.૦૦ મી. પહોળાઈના ટી.પી.રોડને આજરોજ ટી.પી.સ્કીમની રૂએ કબ્જા લઈ ખુલ્લો કરવામાં આવેલ છે. સદર રસ્તો ખુલ્લો કરવાથી ભેસ્તાન રેલ્વે સ્ટેશનથી ૩૬.૦૦ મીટરના રોડને કનેકટીવીટી મળશે.
- સાઉથ (ઉધના) -એ ઝોન વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં. ૪૭ (ભેસ્તાન) ફા.પ્લોટ નં. ૧૦ થી ૧ર (શ્યામજી કિષ્ણા વમર્ા લેક ગાર્ડન) સુધીના ૧ર.૦૦ મી. પહોળાઈના ટી.પી.રોડને આજરોજ ટી.પી.સ્કીમની રૂએ કબ્જા લઈ ખુલ્લો કરવામાં આવેલ છે. સદર રસ્તો ખુલ્લો કરવાથી શ્યામજી કિષ્ણા વમર્ા લેક ગાર્ડન અને ૩૦.૦૦ મીટરના કેનાલ રોડને કનેકટીવીટી મળશે.
- સાઉથ ઝોન-બીમાં સમાવિષ્ટ ડ્રાફટ ટી.પી.સ્કીમ નં.પ૯ (પારડીકણદે-સચીન),ફા.પ્લોટ નં. ૧૯૭ થી ૧પ૮ માં ૧૮.૦૦ મી. પહોળાઈનો કુલ પરર૦ ચો.મી. ક્ષોત્રફળ ધરાવતો રસ્તો ખુલ્લો થવાથી અંદાજીત ૬પ૦ જેટલા લોકો લાભાન્વર્ીત થશે. તેમજ ૪પ.૦૦ મી પહોળાઈના ટી.પી.રસ્તાની સળંગ કનેકટીવીટી મળશે.
- સાઉથ વેસ્ટ(અઠવા) ઝોન વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં. ૮૧ (ડુમસ) ફા.પ્લોટ નં. ૯/એ થી ૧૬૬ સુધીના ર૪.૦૦ મી.ના ટી.પી.રીડને આજરોજ ટી.પી.સ્કીમની રૂએ કબ્જા લઈ ખુલ્લો કરવામાં આવેલ છે. સદર રસ્તો ડુમસ ગામથી સુરત-ડુમસ રોડને જોડતો એક મહત્વનો લીંક રોડ છે. જેનાથી ડુમસ ગામના રહીશોને સુરત સીટી સુધી જવા તથા સુરતવાસીઓને ડુમસ દરિયા કિનારા સુધી આવવા-જવા માટે એક મહત્વની ભૂમિકા ભજવશે. સદર રસ્તો ખુલ્લો થવાથી આશરે ૬૦૦૦ લોકોને લાભ થનાર છે.
- વેસ્ટ (રાંદેર) ઝોન વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં. ૩૭ (વરીયાવ) ફા.પ્લોટ નં. ૭૭ થી ૭૮ સુધીના ૧પ.૦૦ મી. પહોળાઈના ટી.પી.રોડને આજરોજ ટી.પી.સ્કીમની રૂએ કબ્જા લઈ ખુલ્લો કરવામાં આવેલ છે. સદર રસ્તો શીતલ રેસી.,ગોવિંદ રેસી., સુમન સાધના આવાસ, સિલ્વર સ્ટેટસ જેવી રહેણાંક સોસાયટી/બિલ્ડીંગને સરળ કનેકટીવીટી પુરી પાડશે.
- વેસ્ટ (રાંદેર) ઝોન વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં. ૩૭ (વરીયાવ) ફા.પ્લોટ નં. ૧૪ થી ૯૭ સુધીના ૧પ.૦૦ મી. પહોળાઈના ટી.પી.રોડને આજરોજ ટી.પી.સ્કીમની રૂએ કબ્જા લઈ ખુલ્લો કરવામાં આવેલ છે. સદર રસ્તો તાપી નદી પરના સુચિત વેડ-વરીયાવ બ્રીજ પરથી વરીયાવ તરફે ઉતરતા લોકોને ૪પ.૦૦ મી ના અમરોલી તરફ જતા રસ્તા તથા ૯૦.૦૦ મી ના આઉટર રીંગરોડ સાથે કનેકટીવીટી પુરી પાડશે.
આમ, વિવિધ ઝોનના અંદાજીત ૬૧૦૦૦ ચો.મી.ક્ષોત્રફળના કુલ ૧૦ રસ્તાઓના અમલીકરણ અંર્તગત સુરત મહાનગરપાલિકાના ૧૭ ડેપ્યુટી ઈજનેર, ૩૪ આસી./જુની.ઈજનેર, ર૩ સુપરવાઈઝર/ટેક.આસી, ૧૮૦ બેલદાર, રપ માર્શલ, ૧૦ એસ.આર.પી. સહિતના સ્ટાફ તથા ર૧ જેસીબી, ૩૧ ટ્રક/ડમ્પર તથા ર બ્રેકર સહિતના મેન પાવર /મશીનરીથી સુરત શહેરના સવર્ાગી વિકાસ તથા નાગરિકોને પ્રાથમિક સુવિદ્યાઓ મળી રહે તે હેતુથી મ્યુ.કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ રસ્તાના અમલીકરણની કામગીરી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવેલ છે. જેના થકી નાગરિકોને વાહન વ્યવહારની સુગમતા સાથો સાથ સદરહુ રસ્તાઓ પર પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ જેવી અન્ય પ્રાથમિક સુવિદ્યાઓ પણ ઉપલબ્ધ કરી શકાશે. સદરહુ અભિયાનની શરૂઆત આજરોજથી થયેલ છે, જેનો આગામી સમયમાં પણ તબકકાવાર અમલ કરવામાં આવશે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
