વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ
January 06, 2023
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી પર જનતાએ જે વિશ્વાસ અને પ્રેમ ચૂંટણીમાં દેખાડ્યો છે તેનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. એટલું જ નહિ ‘સૌનો સાથ , સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ ના મંત્રએ આ સિદ્ધ કરી દેખાડ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.
મુખ્યમંત્રી શ્રીએ વધુમાં કહ્યું કે, દરેક સમાજને આગળ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીની હર હંમેશ કાર્યરત છે.
આ કાર્યક્રમનું આયોજન તુ હી નામ સેવા સમિતિ, જય હો સંતવાણી ગ્રુપ, મહર્ષિ વાલ્મિકી આશ્રમ અને સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અવસરે અસારવા વિધાનસભાના ધારાસભ્યશ્રી દર્શનાબેન વાઘેલા, રાજવી કુટુંબના વડીલ મુરબ્બીઓ, સંતગણો તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
