વટવાની જન કલ્યાણ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન કરાયું સીલ
January 07, 2023
અમદાવાદ: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા બાતમીના આધારે PC-PNDT એક્ટ અંતર્ગત એક સ્ટીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. PC-PNDT એક્ટ અંતર્ગત ગર્ભ પરીક્ષણ કરી જેન્ડર તપાસ કરવી એ એક ગુનો બને છે.
અમદાવાદના વટવા વિસ્તારની જન કલ્યાણ હોસ્પિટલના ડૉ. પંકજ પટેલ (BAMS) ઉપર લાયકાત ના હોવા છતાં સોનોગ્રાફીની પ્રેક્ટિસ કરતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી; અને જન કલ્યાણ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. શૈલેષભાઈ પરમાર દ્વારા સીલ કરવામાં આવ્યું હતું.
આ સ્ટીંગ ઓપરેશનમાં ડમી સગર્ભા મહિલાને દર્દી તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા જે વટવામાં આવેલી જન કલ્યાણ હોસ્પિટલ ખાતે ડૉ. પંકજ પટેલ પાસે રોજિંદી તપાસ તેમજ સારવાર માટે ગયા હતા. ત્યાં તેમણે ફાઈલ તૈયાર કરાવી રેગ્યુલર બીપી ચેકઅપ કરાવી સોનોગ્રાફી કરાવી હતી.
ડૉ. પંકજ પટેલ પાસે યોગ્ય લાયકાત ના હોવા છતાં તેઓ સોનોગ્રાફી કરતા જોવા મળ્યા હતા ત્યારે જન કલ્યાણ હોસ્પિટલ પાસે વીઝીટીંગ રેડિયોલોજિસ્ટના આધારે સોનોગ્રાફી મશીન હોવાથી તે મશીનમાં ગર્ભ નિરીક્ષણ પણ થતું હોવાની શક્યતાઓ પણ નકારી ન શકાય.
PC -PNDT એક્ટ અંતર્ગત ગર્ભ પરીક્ષણ કરવું ગેરકાનૂની છે. અમદાવાદ જિલ્લામાં મુખ્ય જિલ્લા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં આ પ્રકારની કાર્યવાહીથી 15 જેટલા અલ્ટ્રા સાઉન્ડ મશીન સીલ કરવામાં આવ્યા છે તથા અમદાવાદ જિલ્લામાં આ કારણસર સેક્સ રેશિયોમાં પણ વધારો જોવા મળ્યો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી PC-PNDT કાયદાનો કડકાયથી અમલ કરી રહ્યા છે જેથી આ પ્રકારની અયોગ્ય પ્રેક્ટિસ કરતાં ડોક્ટર ઉપર કાર્યવાહી કરી જન કલ્યાણ હોસ્પિટલના રેડિયોલોજી મશીનને પણ સીલ કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ થતી રહેશે અને તે કારણસર અમદાવાદ જિલ્લાના સેક્સ રેશિયોમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવી ખાતરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ વ્યક્ત કરી.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
