ગુજરાત મેટ્રો રેલનો હંગામી ધોરણે સમયમર્યાદા વધારી સવારે ૭થી રાત્રે ૧૦ કરવાનો નિર્ણય
January 17, 2023
અમદાવાદ: ગુજરાત મેટ્રો રેલ કંપનીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે અમદાવાદ મેટ્રો ફેસ-૧નું સમયપત્રક, જે હાલ સવારે ૯થી રાત્રે ૮ વાગ્યા સુધીનું છે, તેને વધારવા માટે વિવિધ રજૂઆતો મળી છે. આ સંદર્ભમાં વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ દ્વારા તારીખ ૩૦.૦૧.૨૦૨૩ના રોજથી અમલમાં આવે તે રીતે, હાલના ૦૯:૦૦થી ૦૮:૦૦ની સમય મર્યાદા વધારીને સવારે ૭:૦૦થી રાત્રે ૧૦:૦૦ સુધી હંગામી ધોરણે કરવાનો નિર્ણય કરેલ છે.
હાલ માંગ જોતા પૂર્વ-પશ્ચિમમાં દર ૧૮ મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર ૨૫ મિનિટે ટ્રેનની વ્યવસ્થા છે, જેને મુસાફરોની સંખ્યા જોતાં તેનો દર ૧૫ મિનિટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખેલ છે.
આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રકનો નિર્ણય લેવામાં આવશે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
