કરૂણા અભિયાન: ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યમાં 9523 ઘાયલ પક્ષીઓને સારવાર અપાઇ

કરૂણા અભિયાન: ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યમાં 9523 ઘાયલ પક્ષીઓને સારવાર અપાઇ

ગાંધીનગર: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ૧૦ થી ૧૬ જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી કુલ 9523 પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે. 

કરૂણા અભિયાન-૨૦૨૩માં સમગ્ર રાજ્યમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે તબીબો તથા 8 હજારથી વધારે સ્વયંસેવકોએ ખડેપગે કાર્યરત રહીને પક્ષી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. આ ઉપરાંત 333 જેટલી એન.જી.ઓ.એ વન વિભાગ સાથે મળીને આ કામગીરી વધુ સરળ બનાવી છે. 

રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાનમાં સહભાગી થયેલી એન.જી.ઓ, સેવાભાવી સંસ્થાઓ અને તબીબોનું તેમની ઉમદા કામગીરી માટે પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવશે.