ગોવા, પંજાબ, આંધ્રના મુખ્યમંત્રીઓને પાછળ છોડી પુષ્કર સિંહ ધામી બન્યા સૌથી દેખાવડા મુખ્યમંત્રી

ગોવા, પંજાબ, આંધ્રના મુખ્યમંત્રીઓને પાછળ છોડી પુષ્કર સિંહ ધામી બન્યા સૌથી દેખાવડા મુખ્યમંત્રી

દહેરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને દેશના સૌથી દેખાવડા મુખ્યમંત્રીનો ખિતાબ મળ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોના ચાર મુખ્યમંત્રૂીઓ માટે કરાવવામાં આવેલા સર્વેમાં ધામી નંબર વન રહ્યા છે.

ન્યૂઝ અરીના ઇન્ડિયાનો આ સર્વે ચાર મુખ્યમંત્રીઓ વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ધામી ઉપરાંત પંજાબના માન,આંધ્રપ્રદેશના જગન અને ગોવાના પ્રમોદ સાવંતના નામ સમાવિષ્ટ હતા. આમાંથી મુખ્યમંત્રી ધામી 38 ટકા મત સાથે પહેલા ક્રમે રહ્યા જ્યારે સાવંત 32 ટકા મત સાથે બીજા ક્રમે, જગન 20 ટકા મત સાથે ત્રીજા અને માન 10 ટકા મત સાથે ચોથા સ્થાને રહ્યા.

सर्वे

આ સર્વેમાં મુખ્યમંત્રીઓના નામ શામિલ કરતા પહેલા જનતાની પણ રાય લેવામાં આવી હતી. સર્વેમાં શામિલ લગભગ 20000 લોકોએ આ ચાર મુખ્યમંત્રીના નામનો સુઝાવ આપ્યો હતો. ન્યૂઝ અરીના દ્વારા ચાર મુખ્યમંત્રૂીઓ માટે ટવીટર પર કરાવવામાં આવેલા આ સર્વેમાં 23,000થી વધુ લોકોએ મુખ્યમંત્રી ધામીને પોતાની પહેલી પસંદ ગણાવ્યા.

ધામી પોતાની સરળ અને સૌમ્ય છબી માટે લોકોમાં ઘણા લોકપ્રિય છે. તેઓ અવારનવાર લોકો વચ્ચે જઇને તેમની સમસ્યાઓને સાંભળી તેનું સમાધાન કરે છે તથા ધર્માંતરણ જેવા કડક કાયદા પણ બનાવ્યા છે જે કારણોથી તેમની પ્રશંસા થઇ છે. તો અંકિતા ભંડારી હત્યાકાંડમાં આરોપીઓની ધરપકડ, ભર્તી ગોટાળામાં કડક નિર્ણય, જોશીમઠ આપત્તિમાં જનતાને રાહત પહોંચાડવા માટે ત્વરિત કાર્યવાહી કરવાના વગેરે તેમના પ્રયાસો પણ પ્રશંસા પામ્યા છે.