વિશ્વ હિંદુ પરિષદ ચુંટણી પંચને સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતાદળની ફરિયાદ કરશે
February 08, 2023
વિશ્વ હિંદુ પરિષદનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ટુંક જ સમયમાં ચુંટણી કમિશ્નરને મળીને સમાજવાદી પાર્ટી તથા રાષ્ટ્રીય જનતા દળની માન્યતા રદ્દ કરવાનો માંગ કરશે. વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રિય કાર્યાધ્યક્ષ શ્રી આલોક કુમારે જણાવ્યું હતુ કે આ વિષયમાં ચુંટણી પંચ પાસે મુલાકાતનો સમય માંગતો પત્ર લખી દેવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદનું પ્રતિનિધિ મંડળ રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ એક્ટ 1951 ની ધારા 29(A) નો સંદર્ભ આપીને ચુંટણી પંચને જણાવશે કે પ્રત્યેક રાજકીય પાર્ટીએ પોતાની પાર્ટીના મેમોરેન્ડમના પ્રાવધાનોમાં વિશ્વાસ રાખીને પંથ નિરપેક્ષતા અને લોકતાંત્રિક સિદ્ધાંતોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ.
સમાજવાદી પાર્ટીના નેતા શ્રી સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા શ્રી રામચરિત માનસ વિશે આપેલા નિવેદનો, તેના પર પ્રતિબંધ મુકવાની માંગ તથા તેમના સહયોગીઓ દ્વારા શ્રી રામચરિત માનસના પવિત્ર પાના સળગાવીને ભારતના બહુમતી વર્ગની ધાર્મિક ભાવનાઓનું જાણી જોઈને ઘૃણાત્મક રીતે હનન કરવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટીએ આ ઘટનાઓ બાદ તરત જ જે રીતે મૌર્યને પદોન્નતિ આપીને તેમને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે સંપૂર્ણ પાર્ટી તેમના આ કુકૃત્યનું સમર્થન કરે છે.
આવી જ રીતે રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના શિક્ષણ મંત્રી ડૉ. ચંદ્રશેખરે પણ શ્રી રામચરિત માનસ વિશે ઘૃણાત્મક ટિપ્પણી કરીને તેની ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ બધું જ જાણી જોઈને વાતાવરણ ડહોળીને હિંદુ સમાજમાં અવિશ્વાસ, ભેદભાવ તથા વૈમનસ્ય નિર્માણ કરવાની માનસિકતાથી જ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય જનતાદળે પણ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી, આ એ બાબતનું દ્યોતક છે કે તેમની પાર્ટી પણ તેમના આ હિંદુ દ્રોહી નિવેદનો સાથે સહમત છે.
આ બંને પાર્ટીઓએ જેના અંતર્ગત તેનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું એ બંધારણીય પ્રાવધાનો તથા મૂળભૂત મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું છે તેથી વિશ્વ હિંદુ પરિષદનું પ્રતિનિધિ મંડળ તેમનું રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવે તેવી માંગ કરશે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
