તાજ સ્કાયલાઇન, સિંધુભવન રોડ ખાતે G-20 Meetings અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ/ ડાયવર્ઝન
February 08, 2023
અમદાવાદ શહેરમાં તા.૮/૨/૨૦૨૩ થી તા.૧૧/૨/૨૦૨૩ સુધી હોટલ તાજ સ્કાયલાઇન, સિંધુભવન રોડ ખાતે G-20 Meetings અનુસંધાને અગત્યના કાર્યક્રમો થનાર છે. જેમાં G-20 દેશોના Ministers, Ambassadors, Delegates અન્ય મહાનુભાવશ્રીનાઓ પધારનાર છે, જેથી આ જગ્યા ખાતે કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા હું સંજય શ્રીવાસ્તવ, આઇપીએસ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ 33(૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ-૨૦૭ અંતર્ગત મળેલી સત્તાની રુએ પ્રતિબંધ ફરમાવું છું.
અમદાવાદ શહેરમાં તા.૮/૨/૨૦૨૩ થી તા.૧૧/૨/૨૦૨૩ સુધી હોટલ તાજ સ્કાયલાઇન, સિંધુભવન રોડ ખાતે G-20 Meetings અનુસંધાને અગત્યના કાર્યક્રમો થનાર છે. જે દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ ડાયવર્ઝન કરવામાં આવે છે.
વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન વાળા માર્ગની વિગત :
ટોરફેનસ્ટર ટી થી હોટલ તાજ સ્કાયલાઇન સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત :
- ટોરફેનસ્ટર થી જમણી બાજુ વળી ઔડા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી સર્વિસ રોડ ઉપર થઇ અવર-જવર કરી શકાશે.
- ટોરફેનસ્ટર થી ડાબી બાજુ વળી ઓર્નેટ પાર્ક પાછળ થઇ સિંધુભવન રોડ તરફ અવર-જવર કરી શકાશે.
કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.૦૮ /૦૨/૨૦૨૩ થી તા. ૧૧ /૦૨/૨૦૨૩ સુધીના રોજેરોજ કલાક ૦૦.૦૦ થી ૨૪.૦૦ સુધી કરવાનો રહેશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
