ખુશ રહો – આશીર્વાદ તેમ જ આદેશ – ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર.
March 01, 2023
ખુશ રહેવું એ માનવનું સહજ સ્વભાવ છે. જેમ શારીરિક સ્વછતા નું મહત્વ છે એમ કોરોના કાળ બાદ માનસિક સ્વચ્છતા નું મહત્વ ખૂબ વધી ગયું છે. તેવી જ એક પહેલ હેઠળ અમદાવાદ ખાતે ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આગમી ૧૫ માર્ચે હેપીનેસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ હેઠળ ધ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર, ૧૫ માર્ચે જ્યારે અમદાવાદની મુલાકાતે છે, તે સમયે હજારોની સંખ્યામાં લોકોને ખુશ રહેવા માટે નો રસ્તો દેખાડશે . ધ આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ ના સભ્યોએ હેપીનેસ પ્રોગ્રામની (મુહીમ) અભિયાન ચલાવી, અમદાવાદ વાસીઓ માટે તનાવ થી દૂર રહેવા માટે ના ઉપાયો તેમજ માનસિક સ્વચ્છતા અને જીવનમાં એક તૃપ્તિના અનુભવ મેળવવા હેપીનેસ પ્રોગ્રામ દ્વારા સુદર્શન ક્રિયા ધ્યાન પ્રાણાયામ નો અનુભવ કરાવ્યો છે. આ હેપીનેસ શિબિરમાં ભાગ લેતા તમામ પ્રતિભાગીયો ને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર, આગામી તારીખ ૧૫ માર્ચે સંબોધશે.
આગમી માર્ચ ૧૧ થી ૧૮ સુધી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર ગુજરાતના પ્રવાસે.
16મી એ સાયન્સ સીટી ખાતે ગુજરાતના 5000 યુવા પ્રતિનિધિઓ સાથે શ્રી શ્રી રવિશંકરજી તથા ગુજરાત ના ચીફ મિનિસ્ટર ભુપેન્દ્રભાઈ પટેલ , તથા કેબિનેટ મંત્રી શ્રીઓ ની હાજરી માં : ડ્રગ ફ્રી (ગુજરાત) , મિશન ગ્રીન ગુજરાત , પાણી બચાઓ અભિયાન વગેરે સામાજીક જવાબદારીઓ યુવાનો સુધી પહોંચે અને યુવાનો એની માટે સુંદર કામ કરી શકે એવું આયોજન કરેલ છે .
હૅપ્પીનેસ મહોત્સવ ની શરૂઆતની અવધારણામાં ગુરુદેવે તણાવમુક્ત અમદાવાદ અને ધ્યાનયુક્ત અમદાવાદનો સંકલ્પ આર્ટ ઓફ લિવિંગના ટીચર્સ અને વોલ્યૂન્ટર્સ સાથે આપ્યો હતો, જેના દ્વારા છેલ્લા ચાર મહિનાઓમાં સમસ્ત અમદાવાદ વિસ્તારમાં, દરેક સોસાયટીઓમાં, કૉમ્યૂનિટીહોલમાં , ગાર્ડન પાર્ક માં ધ્યાનમય
શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમ્યાન દસ હજાર લોકોએ ધ્યાન નો અનુભવ કર્યો અને ઘણા બધા લોકોને એનો ફાયદો થયો.
તેના પછી પ્રસિદ્ધ હેપીનેસ પ્રોગ્રામ – સુદર્શન ક્રિયા શીખવાડવા માટે આર્ટ ઓફ લિવિંગના ટીચર્સ દ્વારા તેમના સેંટર અને તેમજ અલગ અલગ જગ્યા ઉપર શિબિર નું આયોજન કરેલ, જેમાં ઘણા બધા લોકો ના જીવનમાં સકારાત્મક રૂપાંતરણ જોવા મળ્યું .
ઘણા બધા લોકોએ તંદુરસ્ત અને તણાવ મુક્ત જીવન જીવવા માટે આર્ટ ઓફ લિવિંગની જીવન શૈલી અપનાવી.
આપણા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી અમદાવાદ, ગુજરાત આવી રહ્યા છે, તો એમના આવતા પહેલા ના બે અઠવાડિયા પહેલાના બે અઠવાડિયા પહેલા, તારીખ 3જી માર્ચ થી 5મી માર્ચ સુધી હેપ્પીનેસ શિબિરનું સઘન આયોજન કરેલ છે, જેમાં અપેક્ષા છે કે વધારેમાં વધારે લોકો આ શિબિરનો લાભ લે અને શિબિરના અંત કાર્યક્રમ સ્વરૂપે ગુરુદેવના આશીર્વાદ લઇ ધ્યાન સાથે આ યાત્રા ને પૂર્ણ કરે.
ધી આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર આગામી ૧૧ માર્ચથી ૧૮ માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જે અંતર્ગત ગુજરાતના ઘણા શહેરોમાં વિભિન્ન કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૧ માર્ચ ના રોજ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર રાજકોટ ખાતે વિજ્ઞાન ભૈરવ ના વિષય ઉપર કાર્યક્રમ સંબોધશે. તેમજ તારીખ ૧૨ અને ૧૩ માર્ચના રોજ સુરત ખાતે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે જે અંતર્ગત તારીખ ૧૨ માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવ અને ૧૩ માર્ચના રોજ રત્નરાજ ઉત્સવ કાર્યક્રમ જેમાં અગાઉ આર્ટ ઓફ લિવિંગ ની શિબિરમાં જોડાયેલ સાધકોને સુદર્શન ક્રિયા કરાવડાવશે. વધુ મળતી માહિતી મુજબ ગુજરાતના ત્રણ શહેરમાં પલ્સ ઓફ વિઝ્ડમ નામના કાર્યક્રમમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર હાજરી આપશે, તારીખ ૧૪ ના રોજ વાપી અને ગાંધીધામ અને તારીખ ૧૬ માર્ચે અમદાવાદ પલ્સ ઓફ વિઝ્ડમ નામના કાર્યક્રમમાં હાજરી આપશે. તારીખ ૧૫ ના રોજ અમદાવાદ ખાતે હેપીનેસ મહોત્સવનું આયોજન થયેલ હોય તે દિવસે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર હજારોની સંખ્યામાં લોકોને સંબોધશે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર ના આગામી ગુજરાત પ્રવાસ યુવાઓ માટે ખાસ બની રહેશે એટલે કે તારીખ ૧૭ ના રોજ આણંદ મુકામે એડયુ-યુથ મીટ માં હજારો યુવાનોને વ્યસનમુક્તિ તેમજ પર્યાવરણ સંરક્ષણ નો બોધ આપશે અને ત્યારબાદ વાસદ ખાતે આવેલ ધ આર્ટ ઓફ લિવિંગના આશ્રમ ની મુલાકાત પણ લેશે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
