સબ રજીસ્ટ્રાર કચેરીઓ ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે
April 13, 2023
ગાંધીનગર: રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગત તા. ૧૧ અને ૨૫ માર્ચ તેમજ ૦૪, ૦૭ અને ૦૮ એપ્રિલ-૨૦૨૩ની જાહેર રજાના દિવસોએ દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે કાર્યરત હતી, જેના કારણે ગરવી વેબ એપ્લિકેશનનું ટેકનીકલ મેઇન્ટેનન્સ કરવાનું બાકી હતું. આગામી તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ને સોમવાર અને મંગળવારના રોજ ગરવી વેબ એપ્લિકેશનના ટેકનીકલ મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી તેમજ અન્ય તમામ કામગીરી તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ને સોમવાર અને મંગળવારના રોજ બંધ રહેશે તેમ, નોંધણી સર નિરીક્ષક સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
અગાઉ જે પક્ષકારોએ તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ની એપોઈમેન્ટ લીધી હોય તેઓ તા.૨૬ થી ૨૯ એપ્રિલ-૨૦૨૩ દરમિયાન કોઈપણ દિવસે તેમણે અગાઉ મેળવેલા ટોકન અન્વયે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે તેમ વધુમાં જણાવાયું છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
