અમદાવાદ અને સુરતના ૨૧૪ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદ અને સુરતના ૨૧૪ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ અને સુરત મહાનગર પાલિકાએ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રજૂ કરેલી રૂપિયા ૧૩૮.૪૬ કરોડના ખર્ચે ડ્રેનેજ તથા પાણીનાં ૬ કામોની દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ ઉપરાંત સુરત મહા નગર પાલિકાના આઉટગ્રોથ વિસ્તારના ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓના વિવિધ ૭૬ કામો માટે અંદાજીત ૭૫.૭૮ કરોડ રૂપિયાના કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ વર્ષે રાજ્યના શહેરી વિકાસ વિભાગના બજેટમાં શહેરી ક્ષેત્રો ની માળખાકીય સુવિધાઓ માટે ૩૭ ટકાનો માતબર વધારો સૂચવવામાં આવ્યો છે. મહાનગર પાલિકા, નગર પાલિકા તેમજ શહેરી સત્તા મંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલી બનાવાયેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રૂપિયા ૮૦૮૬ કરોડની જોગવાઈ સાથે ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. દેશગુજરાત