રાજ્યની બે નગરપાલિકાઓને નવી ૩પ બસના સંચાલન માટે સૈદ્ધાંતિક મંજૂરી
April 17, 2023
ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે નગરપાલિકાઓ ગાંધીધામ નગરપાલિકા અને બોટાદ નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અન્વયે નવી ૩૪ બસોના સંચાલન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના રાજ્યમાં ર૦૧૮ થી શરૂ કરવામાં આવેલી છે તેમજ ૮ મહાનગરપાલિકાઓ અને ૧ લાખથી વધુની વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલો છે.
રાજ્ય સરકારે ‘અ’ વર્ગની ર૦ નગરપાલિકાઓ માટે રપર બસ મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અન્વયે કાર્યરત કરાવી છે. સરકારે હવે વધુ બે નગરપાલિકાઓ ગાંધીધામને ૧૩ અને બોટાદને રર બસના સંચાલન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ મંજૂરીને પરિણામે રાજ્યની ‘અ’ વર્ગની તમામ રર નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના તળે સાંકળી લેવામાં આવી છે અને નાગરિકોને સરળ જાહેર પરિવહન સેવાઓ મળતી થઇ રહી છે.
મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પ્રતિવર્ષ રૂ. ર૯૦ કરોડની જોગવાઇ છે.
આ યોજના અન્વયે ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટ મોડલ પર સમગ્રતયા કુલ ર૮૬૪ શહેરી બસ ઉમેરવાના લક્ષ્ય સામે અત્યાર સુધીમાં ૧રપ૦ બસ ઉમેરવામાં આવી છે.
તદ્દઅનુસાર, પાંચ મહાગરપાલિકાઓમાં ૩૮ર ઇલેક્ટ્રીક બસ અને ૭૮પ સી.એન.જી બસ મળીને કુલ ૧૧૬૭ બસ તથા ૭ નગરપાલિકાઓમાં ૮૩ સી.એન.જી બસ કાર્યરત છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
