૬૩મા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી જામનગરમાં થશે

૬૩મા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી જામનગરમાં થશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે હાથ ધરાયેલ ચર્ચા ની વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, 1 લી મે 73 મા ગુજરાત સ્થાપના દિવસની જામનગર ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવનાર છે.

જામનગર ખાતે કુલ રૂ. ૩૦૩.૪૯ કરોડની રકમના કુલ ૫૫૧ વિકાસ કામો નું ઈ-લોકાર્પણ / ઈ- ખાતમુહુર્ત / ઈ-ભૂમિપુજન કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
વધુમાં ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 29 મી એપ્રિલ થી સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું નિદર્શન જાહેર જનતા માટે શસ્ત્ર પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવશે.

આ ઉજવણીમાં મહારાણા પ્રતાપની ૧૨ ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાંનું પણ અનાવરણ કરવામાં આવશે.

પોલીસ પરેડ કાર્યક્રમમાં પોલીસ જવાનોની ૨૧ જેટલી પ્લાટુનો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવશે. વધુમાં આ કાર્યક્રમમાં અશ્વ શો, મોટર સાયકલ સ્ટંટ શો, જેવા અવનવા શો નું આયોજન કરવામાં આવ્યું છે.