સ્વાગતમાં નરેન્દ્રભાઇ સમક્ષ રજૂઆત કર્યા બાદ ઉકેલ આવતા સ્વમાનભેર જીવન પસાર કરી રહ્યો છુંઃ તાપીના વાઘનેરા ગામના વિનયભાઇ
April 27, 2023
ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથેના સંવાદમાં સ્વાગત કાર્યક્રમના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાઘનેરા ગામના અરજદાર શ્રી વિનયકુમાર બાબુભાઈ ચૌધરીએ હર્ષભેર જણાવ્યું કે, આજે હું રાજ્ય સ્વાગત કાર્યક્રમને પરિણામે આર્થિક સદ્ધરતા મેળવી મારી પત્ની અને બે દિકરીઓ સાથે સ્વમાનભેર જીવન પસાર કરી રહ્યો છું.
અરજદારે કહ્યું કે, સ્વાગત કાર્યક્રમ હેઠળ તત્કાલીન મુખ્યમંત્રીશ્રીને જનરલ પ્રોવિઝન સ્ટોરની લોન અરજી મંજૂર કરવા છતાં પણ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ લિ. ગાંધીનગર તરફથી રૂ।.૪૦,૦૦૦/-ની લોનની રકમનો ચેક ન મળવા બાબતે અરજી કરી હતી.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે લોનની રકમના ચેક સંદર્ભે વિગતો રજૂ કરવા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગને સૂચના આપી ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેના પરિણામે વિભાગે અરજદારને મળવાપાત્ર લોનનો રૂ।.૩૯,૨૪૫/-નો ચેક મુખ્યમંત્રીશ્રીના હસ્તે અરજદારને અર્પણ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદાર વિકલાંગ હોવાથી તેઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. પરંતુ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ લિ. ગાંધીનગર દ્વારા જનરલ પ્રોવિઝન સ્ટોર માટેની લોન મંજૂર થતા તેઓ તેમના ગામે જનરલ પ્રોવિઝન સ્ટોર શરૂ કરી મહિને રૂ.૧૫,૦૦૦/-ની આવક ઉભી કરી શક્યા છે. આ ઉપરાંત અરજદારએ પ્રધાનમંત્રી આવાસ યોજના, નરેગા યોજના દ્વારા શૌચાલયની સહાય, દર મહિને વિકલાંગ સહાય, ટ્રાયસિકલ અને વ્હિલચેરની સહાય, તેઓની માતા વિધવા હોઇ વિધવા સહાય પણ મળે છે. આમ તેમનું આર્થિક જીવન ધોરણ પણ ઉંચું આવ્યું છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
