ગુજરાત રાજ્યની જીએસટીની આવકમાં થયેલ ઉત્તરોત્તર વધારો
May 03, 2023
ગાંધીનગર: નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જીએસટી હેઠળ રાજ્યને કુલ રૂ. ૫૬,૦૬૪ કરોડની આવક થયેલ છે જે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન થયેલ આવક રૂ. ૪૫,૪૬૪ કરોડની સરખામણીમાં ૨૩% વધુ છે. આ આવક નેશનલ આવકના ગ્રોથ રેટ ૨૧.૨૨ % તેમજ GSDP (Gujarat State Domestic Product) ના ગ્રોથ રેટ ૧૭.૧૮% કરતા વધુ રહ્યુ છે.
૨૦૨૩-૨૪ની શરૂઆત થતા જ જીએસટી આવકમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળેલ છે. માહે એપ્રિલ-૨૦૨૩માં રાજ્યને જીએસટી હેઠળ રૂ. ૬,૪૯૯ કરોડની આવક થયેલ છે. આ આવક જીએસટી અમલીકરણ બાદની સૌથી વધુ માસિક આવક છે. જે ગત માસ માર્ચ -૨૩ કરતા ૨૩.૮૦% વધુ આવક થયેલ છે તેમજ ગત વર્ષના આજ માસ (એપ્રીલ-૨૨) કરતા ૨૮.૫૫% વધુ આવક થયેલ છે.
રાજ્યને વેટ હેઠળ એપ્રીલ-૨૩માં રૂ. ૩,૦૦૪ કરોડની આવક થયેલ છે. આમ, જીએસટી અને વેટ મળીને માહે એપ્રિલ-૨૦૨૩માં કુલ રૂ. ૯,૫૦૩ કરોડની ગ્રોસ આવક થયેલ છે. જે માહે એપ્રિલ-૨૨ દરમ્યાન થયેલ આવક રૂ. ૭,૯૨૪ કરોડ કરતા ૨૦% વધુ છે જ્યારે માર્ચ – ૨૩ દરમ્યાન થયેલ આવક રૂ. ૮,૧૪૬ કરોડ કરતા ૧૭% વધુ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જીએસટી અને વેટ હેઠળ થઇ કુલ રૂ. ૧,૦૩,૮૫૫ કરોડની આવક થયેલ છે જે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન થયેલ આવક રૂ. ૮૬,૭૮૯ કરોડની સરખામણીમાં ૨૦% વધુ આવક થયેલ છે. આમ, રાજ્ય દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં જીએસટી અને વેટ હેઠળ થઇ કુલ રૂ. ૧ લાખ કરોડની વેરાકીય આવકની ઐતિહાસિક સિધ્ધી વિભાગ તેમજ કરદાતાશ્રીઓના સંયુકત પ્રયાસથી હાંસલ કરેલ છે.
- જીએસટી હેઠળનું પત્રક નિયત સમયમર્યાદામાં ભરવા બાબતે ગુજરાત રાજ્ય ૮૬% સાથે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમનું રાજ્ય છે તેમજ નેશનલ એવરેજ કરતા ૭% વધુ કરદાતા નિયતસમય મર્યાદામાં પત્રક ભરે છે. કુલ ભરાયેલ પત્રક બાબતે ૯૮% સાથે ગુજરાત પ્રથમ ક્રમનું રાજ્ય છે. આ બાબતે રાજ્યવેરા વિભાગ દ્વારા કરદાતાઓને પત્રકની સમયમર્યાદા પહેલા તેમજ પત્રક ભરાયેલ ન હોય તો તે બાદ સીસ્ટમ જનરેટેડ SMSથી જાણ કરવામાં આવે છે. લાર્જ અને મિડીયમ કરદાતાના કિસ્સામાં બે માસથી વધુ પત્રક કસૂરદાર ન રહે તેની કાળજી રાખવામાં આવે છે.
- કરદાતાને ન મળવાપાત્ર અંદાજે રૂ. ૪૦૬૪ કરોડની વેરાશાખના રીવર્ઝલ થકી વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન રાજયને રૂ. ૨૦૩૨ કરોડની આવક થયેલ છે.
- જીએસટી રજીસ્ટ્રેશન્સનો દુરઉપયોગ કરી બોગસ બિલિંગની ગેરકાયદેસર પ્રવ્રુત્તિ કરવામાં આવતી હોય તેવા રજીસ્ટ્રેશન્સ શોધી કાઢવા માટે વિભાગ દ્વારા સતત ડાટા એનાલિસીસ કરવામાં આવે છે અને આવા નોંધણી નંબરો રદ કરવામાં આવે છે. પ્રમાણિક કરદાતાને નુકશાન થતુ અટકાવવા માટે રાજ્યકર વિભાગની અન્વેષણ વિંગ દ્વારા બોગસ બિલિંગની ગેરકાયદેસર પ્રવ્રુત્તિ કરતા ઇસમો પર ચાંપતી નજર રાખવામાં આવે છે અને આવા ઇસમો સામે કડક હાથે કામગીરી કરવામાં આવે છે. અન્વેષણ વિંગ દ્વારા અત્યાર સુધી ૧૦૦ ઇસમોની ધરપકડ કરી જેલ હવાલે કરી દાખલો બેસાડેલ છે.
- ગુજરાત રાજ્ય આંતર રાજ્ય e-way bill જનરેશનમાં તેમજ e-way bill વેરીફીકેશન બાબતે પ્રથમ ક્રમનું રાજ્ય છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
