રાજ્યમાં ૧૦૦ થી વધુ કન્જક્ટિવાઇટી ના કેસ નોંધાયેલ ૫ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૧૧૭૪ કેસ નોંધાયા
July 19, 2023
ગાંધીનગર: હાલ રાજ્યમાં ૧૦૦ થી વધુ કન્જક્ટિવાઇટીસના કેસ નોંધાયા હોય તેવા મુખ્ય પાંચ જિલ્લા અમરેલી, ખેડા(નડિયાદ),નવસારી, આણંદ અને સુરત છે. આ પાંચ જિલ્લામાં કુલ ૧૧૭૪ જેટલા કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં ૩૧૨, ખેડા જિલ્લામાં ૨૮૦, નવસારી જિલ્લામાં ૨૬૧, આણંદ જિલ્લામાં ૧૯૬ અને સુરત જિલ્લામાં ૧૨૫ જેટલા કેસ તારીખ ૧૮ જુલાઇની સ્થિતીએ જોવા મળ્યા છે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને પ્રવર્તમાન સમયમાં કેટલાક જિલ્લામાં જોવા મળી રહેલા કન્જક્ટિ વાઇટીસ રોગ થી ગભરાવવા નહીં પરંતુ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.
રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇ સિવિલ હોસ્પિટલમાં કન્જક્ટિવાઇટીસ રોગની સંપૂર્ણ સારવાર અને દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ મંત્રીએ ઉમેર્યુ હતુ.
વધુમાં વરસાદી ઋતુમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ અટકાયત માટે પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૧૮ જુલાઇ ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યમાં ૮૫ લાખ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૯૫૩ મેલેરિયા કેસ નોંધાયા છે જ્યારે ૩૯ હજાર સીરમ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૬૫૦ ડેન્ગ્યુના કેસ નોંધાયા હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતુ.રાજયમાં વાહક જન્ય રોગ અટકાયત માટે ૪૪૪ વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત કરાઇ છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
