મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના શાસનને બે વર્ષ પૂર્ણ
September 13, 2023
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના શાસનને બે વર્ષ પૂરા થવાના પ્રસંગે ગુજરાત સરકારે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં લેવાયેલા નિર્ણયો અને સધાયેલી પ્રગતિની નીચે મુજબની યાદી પ્રસિદ્ધ કરી છે:
સુશાસન
~ જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઈ. ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે(પ્રમુખ,મેયર,સરપંચ) 27 ટકા અનામત રહેશે.
~ માટી મારો દેશના રાજ્યવ્યાપી અભિયાનમાં ૧૫,૧૩૬ શિલાફલકમની સ્થાપના, ૧૫,૫૮,૧૬૬ નાગરિકોએ સેલ્ફી અપલોડ કરી, ૨૧,૨૮,૧૦૫ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી, વસુધા વંદન કાર્યક્રમ હેઠળ ૧૬,૩૩૬ અમૃત વાટિકાનું નિર્માણ, ૧૨,૨૮,૦૨૫ રોપાઓનું વાવેતર, વીર વંદના હેઠળ ૨૯,૯૨૫ વીરો/વીરાંગનાઓ તેમજ પરિવારોનું સન્માન કરાયું અને ૨૧,૦૧,૦૮૫ નાગરિકોએ ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા છે.
~ બીપરજોય સામે ઝીરો કેઝ્યુલિટી એપ્રોચથી મોટી જાનહાની અને નુકસાન ટાળી શકાયું.
~ બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાં રાજ્ય સરકારે ₹.૧૧.૬૦ કરોડની ત્વરિત નુકશાન વળતર સહાય ચૂકવી અને ૨૪૦ કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ.
~ 19 થી 21 મે રાજ્યની સરકારની દસમી ચિંતન શિબિરનું આયોજન થયું.
~ નર્મદા જિલ્લાના રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં રાત્રી રોકાણ કરીને બે દિવસ વિતાવ્યા. ગ્રામજનો સાથે સંવાદ કરીને વિવિધ યોજનાના લાભાર્થીઓના પ્રતિભાવ જાણ્યા
~ 2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં 100 ટકા કામગીરી પૂર્ણ
~ સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરી છે.
~ ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગની રોયલ્ટી 2000 કરોડને પાર, જીઓ કેમિકલ મેપિંગ શરૂ કરાયું
~ GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારને મળ્યાં સાત એવૉર્ડ
~ પંચાયત સેવાના વર્ગ–૩ અને વર્ગ–૪ નાં કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી પ્રક્રિયા પ્રથમવાર ઓનલાઇન–ફેસલેસ–પેપરલેસ અને ટ્રાન્સપેરન્ટ બની
~ મુખ્યમંત્રી કાર્યાલયમાં લોકોના પ્રશ્નોના નિવારણ માટે ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ–મોડ્યુલ્સ કાર્યરત થયાં.
~ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉન ખાતે હાઇ ક્વોલિટી CCTV કેમેરા નેટવર્ક ઉભું કરવા માટે ૫,૯૫૩ કેમેરા લગાવવામાં આવશે.
~ સતત બીજા વર્ષે નવા કરવેરા વિનાનું રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડ રૂપિયાનું વર્ષ ૨૦૨૩–૨૪નું બજેટ
~ કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર રાજ્ય નીતિ આયોગની રચના કરવાનો નિર્ણય.
રાજયમાં જી-20 બેઠકોનું આયોજન
~ ગાંધીનગરમાં જી-20 એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપની બીજી બેઠકનું થયું આયોજન થયું.
~ G20 અધ્યક્ષતા હેઠળ B20 અને ત્રીજી ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ બેઠક યોજાયી.
~ G20 અધ્યક્ષતા હેઠળ U20 મેયોરલ સમિટનું આયોજન થયું.
~ G20 અંતર્ગત 3જી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક યોજાયી જેમાં GIFT સિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું.
~ G20 ભારત પ્રેસિડેન્સી અંતર્ગત ગાંધીનગરમાં મેડટેક એક્સપો-2023નું સફળ આયોજન
~ G 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની કોન્ફરન્સ ના પ્રતિનિધિશ્રીઓએ મોઢેરા સૂર્યમંદિર અને સુજાણપુરા સોલાર પાવર ઉત્પાદન અને સંગ્રહ પ્રોજેક્ટની મુલાકાત લીધી
~ મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
શિક્ષણ વિભાગ
~ શાળા પ્રવેશોત્સવના 20માં તબક્કાનું સફળતા પૂર્વક આયોજન થયું. ર૭ જિલ્લાઓની ર૭,૩૬૮ પ્રાથમિક શાળાઓની ૪૬,૬૦૦ થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી. ૯ લાખ ૭૭ હજાર ભુલકાંઓનો આંગણવાડી પ્રવેશ–ધોરણ–૧ માં ર.૩૦ લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો
~ એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ–મુસાફરો માટે ઓનલાઈન પાસ સુવિધા
~ ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–૨૦૨૩’ અનુસાર: રોજગારવાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
~ સરકારી ડિગ્રી ઇજનેરી અને પોલિટેકનીક કોલેજો ખાતે રોબોટીક્સ એન્ડ એડવાન્સ મેન્યુફેક્ચરીંગ અંતર્ગત થ્રીડી પ્રિન્ટીંગ, કોડિંગ, AI-ML, ઇલેક્ટ્રીક વ્હીકલ, સેમિ કન્ડક્ટર ડિઝાઇન એન્ડ એડવાન્સ વેરિફિકેશન, સાયબર ફિઝીકલ સિસ્ટમ, ક્લાઉડ સર્વિસીસ જેવી ન્યુ એજ ટેકનોલોજી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે.
~ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ–૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ રૂ. ૬૪ કરોડની જોગવાઈ.
~ રાજ્યના યુવાઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી શકે તે માટે 33,000 થી વધુ યુવાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય પ્રદાન કરી.
~ ધોરણ 1 થી 8માં રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવેલ અને ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે 25,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ વાઉચર આપવા માટેની યોજનાની જાહેરાત કરી.
~ મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ,4,900 થી વધુ વર્ગખંડોના બાંધકામની કામગીરી શરૂ અને 13,700 થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ્સના ઈન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ
~ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધાઓ મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન.
~ યુવાનોના આઇડિયાને માઇન્ડ–ટુ–માર્કેટ પહોંચાડવા માટે ઇનોવેશન હબ ખાતે પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ સેન્ટર માટે ૭૦ કરોડ રૂપિયની જોગવાઈ.
~ સાયબર–ક્રાઇમ, સાયબર–ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ સાયબર–સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ કેન્દ્રની સ્થાપના માટે રૂ.૬ કરોડની જોગવાઈ.
~ ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ CoEsની સ્થાપના માટે રૂ.૪૦ કરોડની જોગવાઈ.
~ STEM સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટિફિકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સીસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ રૂ. ૫ કરોડની જોગવાઈ.
~ ગિફ્ટ સિટી ખાતે એક વિશિષ્ટ પ્રકારનું ફિન–ટેક હબ સ્થાપવામાં આવશે. આ હબનો ઉદ્દેશ ભારતમાં ફિન–ટેક શિક્ષણ અને સંશોધનની ગુણવત્તામાં સુધારો કરવાનો, ફિનટેક સ્ટાર્ટ અપ તથા ઇન્કયુબેશનને પ્રોત્સાહિત કરવા, ટેકનોલોજીમાં પુરાવા આધારિત સંશોધન, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંશોધનકારોને પ્રોત્સાહિત કરવા માટેનો છે. ગિફ્ટ સિટી માટે જોગવાઇ રૂ.૭૬ કરોડ.
કૃષિ વિભાગ
~ ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ 10 લાખ હેક્ટર જેટલો વધારો
~ રાજ્યના ખેડૂતોને મળ્યું સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય.
~ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ વધી રહ્યોં છે. 20 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલિમ અપાઈ છે અને રાજ્યમાં 7 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
~ રાજ્યના 96,00,000 પશુઓને FMD/બ્રુસેલ્લોસીસ રસીકરણ દ્વારા સુરક્ષિત કરાયા.
~ લાલ ડુંગળી–બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.330 કરોડનું પેકેજ જાહેર કર્યુ.
~ ખેડૂતોને અન્ય રાજ્યો અને દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય નિકાસ માટે રૂ.40 કરોડની સહાય, લાલ ડુંગળી અને બટાટા એ.પી.એમ.સીમાં વેચાણ કરવા માટે રૂ.90 કરોડની સહાય તેમજ ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરવા માટે રૂ.2૦૦ કરોડની સહાય સરકારશ્રી દ્રારા મંજુર કરવામાં આવી.
~ બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર 19,500 હેકટર જેટલો વધારવા રાજ્ય સરકારનું આયોજન. ફળપાકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને આંબા, જામફળ અને કેળ પાકમાં અપાશે આર્થિક સહાય આપવાનો નિર્ણય.
~ પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો પ્રેરીત થાય તેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેક્સ-A ની સ્થાપના કરવામાં આવશે.
~ ટ્રેનીંગ ફોર એગ્રીકલ્ચરલ લર્નીંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન (TALIM) યોજના માટે ₹૨ કરોડની જોગવાઈ.
~ શેરડીના પાક માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભું કરવા ₹૨ કરોડની જોગવાઈ.
~ “અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ” હેઠળ શહેરમાં માળી કામ અર્થે યુવાનોને કૌશલ્યવર્ધન રોજગારલક્ષી તાલીમ આપવા માટે ₹ ૩ કરોડની જોગવાઇ.
~ 100 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 417 કરોડની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવવાનો નિર્ણય. ખેડૂતોને મળશે ઝીરો ટકાએ લોન
~ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતું પાણી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય
~ ૧૦ માર્ચથી ૯૦ દિવસ માટે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે
~ ચાલુ વર્ષે તુવેરની પ્રતિ ક્વિ. રૂા.૬૬૦૦, ચણાની પ્રતિ ક્વિ.રૂા.૫૩૩૫ તેમજ રાયડાની પ્રતિ ક્વિ. રૂા.૫૪૫૦ના ટેકાના ભાવે ખરીદી કરાશે
~ સૂક્ષમ સિંચાઇની યોજના માટે ચાર ગણી બજેટ જોગવાઈ
~ ગુજરાતમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત થાય તે માટે સઘન પ્રયત્નો કરાશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા ૨૦૩ કરોડની બજેટ ફાળવણી.
~ રાજયમાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર વધારવો તેમજ તેના સંલગ્ન ઉદ્યોગોનો વિકાસ કરવા “ ગુજરાત નાળિયેરી વિકાસ મિશન” અંતર્ગત રૂ. ૪.૦૩ કરોડ મંજૂર કરવામાં આવેલ છે.
વંચિતો, ગરીબો, આદિવાસીઓની પડખે અડીખમ સરકાર
~ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ભણીને પગભર થાય તે માટે અનુ. જાતિના 6,800 વિદ્યાર્થીઓને વ્યવસાયીક અભ્યાસક્રમો માટે સ્ટાઇપેન્ડ સહાય
~ અનુસૂચિત જાતિના નાગરિકોને પોતાનું સપનાનું ઘર મળે તેવા આશય સાથે 6500 થી વધુ આંબેડકર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું.
~ સામાજિક સુરક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરીયાતમંદ પરિવારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે હવે કુંટુબ ઓળખપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.
~ આદિમજૂથોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત કરવામાં આવી.
~ આદિજાતિના બાંધવો રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે ૩૯,૫૫,૦૦૦ થી વધુ આદિવાસી બાંધવોને વાંસનું વિતરણ કરાયું.
~ આદિવાસી વિસ્તારમાં પરિવહન સરળ થઈ શકે તે માટે ૧૫ જેટલા કોઝ–વેના સ્થાને પુલોનું નિર્માણ કરવામાં આવ્યું.
~ આદિવાસી વિસ્તારમાં પંચાયતી સેવાઓનો લાભ સારી રીતે મળી શકે તે માટે ૩૭ ગામોમાં પંચાયતઘરનું નિર્માણ કરવામાં આવ્યું.
~ ગંભીર એનીમિયા ધરાવતી ૧૦ હજારથી વધુ આદિવાસી માહિલાઓને ઓળખ કરી તેમની જરૂરિયાત મુજબ સારવાર કરીને માતા મૃત્યુ દરમાં ઘટાડો કરાયો.
~ આદિમજૂથો જેવા કે કોટવાળિયા, કોલઘા, કાથોડી, સિદ્દી, પઢાર તેમજ હળપતિઓ માટે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત.
~ વિકસતી જાતિના 10 લાખ વિદ્યાર્થીઓને 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ
~ SC અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય
નારી શક્તિનું સન્માન, મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય
~ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અન્ન વિતરણને વધુ પોષણલક્ષી બનાવવા હાલમાં ૧૪ જિલ્લામાં ફોર્ટીફાઇડ ચોખા (ફોલીક એસીડ + આયર્ન + વિટામીન બી–૧૨ યુકત)નું વિતરણ કરવામાં આવે છે, જેનો વ્યાપ વધારી હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે. જેના માટે રૂ.૬૦ કરોડની જોગવાઈ.
~ સૌપ્રથમ જેન્ડર બજેટ ૧ લાખ કરોડને પાર. ૨૦૦થી વધુ યોજનાઓ માત્ર મહિલા લક્ષી. બજેટમાં ૧,૦૪,૯૮૬.૭૦ કરોડ રૂપિયાની ફાળવણી માત્ર મહિલાઓલક્ષી યોજનાઓ માટે.
~ મહિલા સશ્કિત કરણનો નવો અધ્યાય, સૌપ્રથમ વખત મહિલા લક્ષી યોજનાઓનું બજેટ ૧ લાખ કરોડને પાર. ૨૦૦થી વધુ યોજનાઓ માત્ર મહિલા લક્ષી.
~ દીકરી ભણે અને આગળ વધે તે માટે ૧,૨૮૫ જેટલી કન્યાઓને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડીકલ શિક્ષણ (MBBS અભ્યાસક્રમ) માટે સહાય આપી
~ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ૭ લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા દર માસે ૧ કિ.ગ્રા તુવેર દાળ, ૨ કિ.ગ્રા ચણા, ૧ લીટર સિંગ તેલ અપાયું
~ ૧,૮૫,૬૪૨ જેટલી સગર્ભા મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ આર્થિક સહાય આપી સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કર્યું.
~ મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવી ૧૨૧ મહિલા સુરક્ષા ટુકડી “SHE- ટીમ” કાર્યરત કરવામાં આવી. સાથે 72 પોલીસ સ્ટેશનોમાં વુમન હેલ્પ ડેસ્કની શરૂઆત
આરોગ્ય વિભાગ
~ PMJAY-મા યોજના અંતર્ગત તા.11 જુલાઈથી રાજયના નાગરિકોને રૂ. 5 લાખની મળતી સહાય વધારીને રૂ. 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચની શરૂઆત.
~ ‘વન નેશન – એવન ડાયાલિસિસ‘ અંતર્ગત શરૂ થયેલા 272 ડાયાલિસિસ કેન્દ્રોમાં ગત 6 મહિનમાં 1.5 લાખથી વધુ ડાયાલિસીસ કરવામાં આવ્યા.
~ રાજ્યમાં 3,32,35,291 આભા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે.
~ શાળા પ્રવેશોત્સવથી રાજ્યના 1 કરોડ બાળકો માટે હેલ્થ ચેકઅપ અભિયાનનો પ્રારંભઆરોગ્ય માટે બજેટમાં 15,182 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી.
~ રાજ્યમાં માતૃ અને બાળ કલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત.
~ અરવલ્લી, ડાંગ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં નવી મેડીકલ કોલેજ સ્થાપાશે.
યુવાઓને પ્રોત્સાહન
~ આગામી 2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ 10 હજાર કર્મયોગીઓની ભરતીનું આયોજન
~ રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે માટે ૧૦,૩૩૮ જેટલી લોક સંવર્ગની ભરતી, ૩૨૫ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી અને ૧,૨૮૭ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી પૂર્ણ કરી . વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ વર્ષે નવી ૮,૦૦૦ ભરતીનું આયોજન
~ રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગાર મળી રહે તે માટે રાજ્યમાં ૪33 જેટલા ભરતી મેળાઓનું આયોજન અને ૧ લાખથી વધુ યુવાનોને રોજગારીના અવસર
~ રાજ્યમાં એક જ દિવસમાં ૨૫૦૦ થી વધુ કર્મયોગીઓને નિમણૂક પત્રો આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યા. બિન સચિવાલય ક્લાર્ક–ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં ૨૩૦૬ – ગુજરાત શિક્ષણ સેવા વર્ગ–૨માં ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ–૨ સંવર્ગમાં ૯૨નું નવું માનવબળ રાજ્ય વહીવટી તંત્રને પ્રાપ્ત થયું.
~ યુવા ઉદ્યોગ સાહસિકો– સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપતું અપડેટેડ સ્ટાર્ટ અપ પોર્ટલ લોંચ કરવામાં આવ્યું. સાથે ૧૧૭૬ સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા.
~ ગુજરાતના યુવાનોને વિશ્વ કક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વ પ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ ગીફ્ટ સિટીમાં સ્થપાશે.
~ ઓલિમ્પીકસ ર૦૩૬ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી.
~ દરેક જિલ્લામાં સેચ્યુરેશન એપ્રોચથી એક જિલ્લા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તથા દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન.
~ પસંદ કરેલ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS), ગર્લ લિટરસી રેસિડેન્સિઅલ સ્કૂલ (GLRS) અને રક્ષા શક્તિ વિદ્યાલયમાં ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) શરૂ કરવાનું આયોજન.
~ ૫૦૦ નવી શાળાઓને In-School યોજનાનો લાભ આપવાનું આયોજન.
ગૃહ વિભાગ
~ મક્કમતાથી ગુજરાત જ નહીં પરંતુ દેશમાં ડ્ર્ગ્સને ઘૂસતું અટકાવ્યું છે.
~ જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો. સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક લાવીને સરકાર યુવાનોના ભવિષ્યને ધૂંધળું થતું અટકાવવા પ્રતિબદ્ધ બની છે.
~ માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજ્યની સંસ્કૃતિ અને “અસ્મિતા” જાળવી શકાય તે માટે ધોરણ ૧ થી ૮ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરતો કાયદો બનાવ્યો.
~ રાજ્યના સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે ૪,૦૦૦ જેટલા લોકદરબાર યોજવામાં આવ્યા જેમાં૧,૨૯,૦૦૦ થી વધુ લોકો હાજર રહ્યા. ૨૨ હજાર જેટલા લોકોને સરકાર દ્વારા ૨૬૧.૯૭ કરોડ રૂપિયાની લોન અપાવી.
~ સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરાઈ
~ ત્રિનેત્ર–ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C)ને નેશનલ ઇ–ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો
~ રાજ્યમાં ખાસ મહિલા એસ.આર.પી. બટાલિયન સ્થાપવાનો નિર્ણય
ગરીબ કલ્યાણ
~ અસંગઠિત ક્ષેત્રના કામદારોને પેન્શન તથા વિમા જેવી નાણાંકિય યોજનાના લાભ સરળતાથી મળી રહે તે માટે 7 લાખથી વધુ શ્રમિકોને ઇ–શ્રમ હેઠળ રજિસ્ટર કરવામાં આવ્યાં.
~ 66,000 થી વધુ શ્રમિકોની ઇ–નિર્માણ પોર્ટલ પર નોંધણી કરી સ્માર્ટ કાર્ડ કાઢી આપવામાં આવ્યા. જેના દ્વારા કામદારોને આરોગ્ય તપાસ, ઇજામાં સહાય, શિક્ષણ સહાય, હાઉસિંગ સબસિડી જેવા લાભ મેળવામાં સરળતા રહેશે.
~ 7 લાખથી વધુ શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 5 રૂપિયામાં ભોજન.
~ રાજ્ય સરકારે શ્રમિકોના માસિક વેતનમાં 24.63 ટકાનો વધારો કર્યો છે. કુશળ શ્રમિકને કાર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માસિક વેતન રૂા.9,887.80 /- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.12,324 મળશે.
~ રાજ્યના બાંધકામ શ્રમિકો માટે 5 રૂપિયાના ટોકન દરે પૌષ્ટિક ભોજન પૂરૂં પાડવા માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત
~ રેશનની દુકાનમાંથી બાજરી અને જુવારનું વિતરણ શરૂ.
~ શ્રમયોગીઓના કલ્યાણ માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત.
~ સામાજિક સુરક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના જરૂરિયાતમંદ કુટુંબ સુધી પહોંચે તે માટે કુટુંબ ઓળખપત્ર આપવામાં આવશે.
ગ્રામ વિકાસ અને શહેરી વિકાસ
~ વૈષ્ણોદેવી જંકશન પાસે રૂ. ૪૦.૩૬ કરોડના ખર્ચે ઔડા દ્વારા નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ
~ અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળની રચના બાદ પ્રથમ ૩ ડ્રાફટ ટી.પી, ડ્રાફટ ટી.પી સ્કીમ નં.૧ ત્રાપજ, સ્કીમ નં. ર મહાદેવપર–કઠવા અને સ્કીમ નં–૩ અલંગ–મણાર –કઠવા મંજૂર કરી
~ અમદાવાદ મહાનગરપાલિકાની જે ૪ પ્રિલીમીનરી ટી.પી સ્કીમ નં. ૭૪ (ચાંદખેડા–ઝૂંડાલ), ટી.પી સ્કીમ નં.૧ર૩/એ (નરોડા), ટી.પી સ્કીમ નં.૯૦ (વિંઝોલ–ર) તથા ટી.પી સ્કીમ નં. ૯૬/એ (હાંસોલ–અસારવા), ટી.પી મંજૂર કરવામાં આવી છે.
~ શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા 5 જિલ્લાઓમાં ડોર ટૂ ડોર કલેક્શન માટે ની કામગીરી શરૂ કરવાનો નિર્ણય.
~ શહેરી વિકાસને વેગ મળે અને નાગરિકોને સુખાકારી આપવા રાજ્યમાં 25 જેટલી નવી ટી.પી.સ્કીમો મંજૂર કરવામાં આવી.
~ ક્લીન અને ગ્રીન ઉર્જાને પ્રોત્સાહ્ન આપીને રાજ્યના લગભગ 92 હજાર જેટલા ઘરો પર સોલાર રૂફટોપ સીસ્ટમ લગાડવમાં આવી.
~ રાજ્યમાં ૧ લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની તમામ નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ CNG અને ઇલેક્ટ્રીક બસના સંચાલન માટે કિલોમીટર દીઠ રૂ. 12.50 થી વધારીને રૂ. 18 અનુદાન આપવાનો નિર્ણય.
~ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત રાજ્યમાં શહેરી વિસ્તારમાં 8 લાખ આવાસોનું કામ પૂર્ણ.
~ પી.એમ. સ્વનિધિ અંતર્ગત 4,31,823 ફેરિયાઓને લોન આપવામાં આવી.
~ રાજ્યના શહેરોમાં ઇઝ ઓફ લિવિંગ વધારાવાના આશય સાથે આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે 8 મહાનગરપાલિકા અને 12 નગરપાલિકાઓમાં વિકાસ કામ માટે 674 કરોડ રૂપિયા કુલ 594 કામો મંજૂર કર્યાં.
~ ગ્રામ્ય વિસ્તારમાં જળસંચયને પ્રોત્સહન મળે અને પાણીની સમસ્યાનું સમાધાન થાય તે માટે ૨૬૮ જેટલા અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યુ
~ ગ્રામ્ય વિસ્તારમાં ઉર્જાક્ષેત્રમાં લોકો આત્મનિર્ભર બને તે માટે ગોબરધન યોજના હેઠળ ૪,૧૦૦ થી વધુ વ્યક્તિગત બાયોગેસ પ્લાંટ શરૂ કરવામાં આવ્યા
~ ૧૫માં નાણાપંચ અંતર્ગત અંદાજે ૨૨,૦૦૦ ઉપરાંતના વિકાસ કામો પુર્ણ કરવામાં આવ્યા.
~ 2,400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં 100 ટકા કામગીરી પૂર્ણ
જળ સંચય અને જળ સિંચન
~ રાજ્યવ્યાપી સુજલામ–સુફલામ જળ અભિયાનના ૬ઠ્ઠા ચરણનો પ્રારંભ.
ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રસરતા
~ વાયબ્રન્ટ સમિટ–૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની ચાર કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. 7,374 કરોડના રોકાણોના 15 MoU સંપન્ન થયા છે.
~ ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU-સમજૂતિ કરાર થયાં. ગુજરાત મેમરી ચીપ્સનું ઉત્પાદન કરતું ભારતનું પ્રથમ રાજ્ય બનશે.
~ વાંસીબોરસી ખાતે 1,141 એકરમાં નિર્માણ પામશે પી.એમ. મિત્ર પાર્કનું કર્યું ખાત મુહૂર્ત
~ થ્રસ્ટ સેકટરમાં ગ્રીન એમોનિયા, ફયુઅલ સેલ, બેટરી સ્ટોરેજ, ઈલેક્ટ્રિક વ્હીકલ, ઇલેકટ્રોનિકસ, અવકાશ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણ ઈકો સિસ્ટમ ઉભી કરવામાં આવશે.
~ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝના વિલંબિત ચૂકવણાના કેસોના નિર્ણય ઝડપી અને અસરકારક બનાવવા પાંચ વધારાની કાઉન્સિલની રચના કરવા માટે ₹૧ કરોડની જોગવાઈ.
~ સાયન્સ સીટી ખાતે ભારત સરકારની સંસ્થા InSpace સાથે મળીને સ્પેસ મેન્યુફેકચરીંગ ક્લસ્ટરનો વિકાસ કરવા માટે જોગવાઈ ₹૧૨ કરોડ
~ ગિફ્ટ સિટી ખાતે એક વિશિષ્ટ પ્રકારનું ફિન–ટેક હબ સ્થાપવામાં આવશે. આ હબનો ઉદ્દેશ ભારતમાં ફિન–ટેક શિક્ષણ અને સંશોધનની ગુણવત્તામાં સુધારો કરવાનો, ફિનટેક સ્ટાર્ટ અપ તથા ઇન્કયુબેશનને પ્રોત્સાહિત કરવા, ટેકનોલોજીમાં પુરાવા આધારિત સંશોધન, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંશોધનકારોને પ્રોત્સાહિત કરવા માટેનો છે. ગિફ્ટ સિટી માટે જોગવાઇ `૭૬ કરોડ.
~ MSME ઉદ્યોગકારોને રાજ્યના અન્ય વિભાગોની મંજૂરીઓ વધુ ઝડપે મળે તે હેતુથી ‘ફેસિલિટેશન ડેસ્ક‘ શરૂ કરાશે
~ ૧૬૧ ઔદ્યોગિક પ્લૉટની પારદર્શક રીતે ફાળવણી કરવામાં આવી.
~ GIDC વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની નવી નીતિ જાહેર કરવામાં આવી.
~ વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ હેઠળ દરેક જિલ્લાની ખાસ ઉત્પાદિત આઇટમની આંતરરાષ્ટ્રીય ઓળખ ઉભી કરવા માટે એકતા નગર ખાતે યુનિટી મોલ શરૂ કરવામાં આવશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર
~ રાજકોટ ખાતે હીરાસર એરપોર્ટનુંનિર્માણ
~ ગિફ્ટ સિટી પાસે રિવરફ્રંટના વિકાસ માટે રૂપિયા 600 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી.
~ મોરબી શહેર અને આસપાસના વિસ્તારોના ઔદ્યોગિક ક્લસ્ટરોમાં આંતરિક રસ્તાઓના વિકાસ માટે રૂપિયા ૩૭૨,૪૫,૧૮,૩૦૦ (ત્રણસો બોત્તેર કરોડ પિસ્તાલીસ લાખ) ની સૈદ્ધાંતિક મંજૂરી આપી.
~ સીમાવર્તી વિસ્તારને રોડથી સંપૂર્ણપણે જોડવા માટે પરિક્ર્મા પથનું નિર્માણ કરવામાં આવશે.
~ દ્વારકા ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે.
~ કેશોદ એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે.
~ ગિફ્ટ સિટી ખાતે રિવરફ્રંટનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય
~ અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને વેગ આપવા માટે 905 કરોડ રૂપિયાની માતબર ફાળવણી.
~ ટુરિસ્ટ સર્કીટને જોડતા રસ્તાઓના વિકાસ માટે 605 કરોડ રૂપિયાની ફાળવણી.
પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ
~ ધરોઈ–અંબાજી બંધ પરિક્ષેત્રને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પેટર્ન પર વિકાસવવા માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી
~ રાજ્યના યાત્રાધામોમાં રૂ. ૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે
~ અંબાજી–દ્વારકા–પાવાગઢ–બહુચરાજી–માતાનો મઢ–માધવપૂર કૃષ્ણ–રૂકમણી તીર્થસ્થાનોનો સર્વગ્રાહી વિકાસ થશે
~ રાજ્યના ૩૪૯ ધાર્મિક–યાત્રા સ્થાનોમાં સોલાર એનર્જી સિસ્ટમ કાર્યરત થતાં વાર્ષિક ૩ કરોડ રૂપિયાની વીજ બચત
~ અંબાજી શક્તિપીઠ ખાતે એકાવન શક્તિપીઠ ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ ઉજવાયો
~ ૮ પવિત્ર યાત્રાધામોમાં 24×7 હાઇ એન્ડ સ્વછતા જાળવણી માટે રૂ. ૧૭ કરોડનું બજેટ ફાળવાયું છે
~ દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા માટે યાત્રાધામ કોરીડોર બનાવી દ્વારકા નગરીના મૂળ વૈભવને પુનઃ સ્થાપિત કરવાનો સંકલ્પ
~ સુરત ખાતે વિશ્વ યોગ દિવસના આયોજનને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. એક સાથે એક સ્થળે ૧.૫૦ લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ રેકોર્ડ સર્જ્યો.
~ પાવગઢ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૨૧ કરોડની ફાળવણી.
~ ગુજરાતમાં 69મા ફિલ્મફેર એવોર્ડ્સ 2024 ના આયોજન માટે પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા. લિ વચ્ચે MoU થયા.
~ રાજ્યમાં 10 ટેન્ટ સિટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 5-6 ટેન્ટ સિટી જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં કાર્યરત કરવામાં આવશે.
એવોર્ડ
~ ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–૨૦૨૩’ અનુસાર: રોજગારવાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
~ GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારને મળ્યાં સાત એવૉર્ડ
~ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) 2022ના ચાર મુખ્ય પિલર્સમાં એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ સ્થાન પર.
~ આરબીઆઈ બુલેટિન અનુસાર બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સ પર દર્શાવ્યો સૌથી વધુ વિશ્વાસ અને બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ગુજરાતમાં સૌથી વધુ 82 પ્રોજેક્ટ્સ ને ફંડ પૂરું પાડ્યું
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
