વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમલમ પાર્કનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમલમ પાર્કનું લોકાર્પણ કરશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી: ૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનના ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિરસરમાં નિર્માણ પામેલા કલમલ પાર્કને લોકો માટે ખુલ્લો મુકાશે.  રૂ.૭.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવશે.આ પ્રોજેક્ટમાં નર્મદા નદીના કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં પ્રવાસીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.જેના થકી પ્રવાસીઓને કમલમ વિશે માહિતગાર કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં ડ્રેગન ફ્રૂટ કે જે ‘કમલમ’ તરીકે જાણીતુ છે તે નર્મદા નદીના ડાબા કિનારે  નર્સરી એકતાનગર ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે માહિતગાર કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર કાર્ય કરી રહ્યું છે.જ્યાં ૯૧,૦૦૦ કમલમ છોડનું વિતરણ પણ કરાશે.