રાષ્ટ્રીય એકતા દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીવરફ્રન્ટ પર રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી: ૭૦૦૦થી વધુએ ભાગ લીધો
October 31, 2023
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. આ અવસરે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકાર વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે.
રાષ્ટ્રીય એકતા દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીવરફ્રન્ટ પર રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી: ૭૦૦૦થી વધુએ ભાગ લીધો https://t.co/fy3eK5kbra pic.twitter.com/laYY1ihgoV
— દેશગુજરાત ગુજરાતી (@DeshGujaratG) October 31, 2023
સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ ૪.૨ કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકો જોડાયા હતા.
આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર શ્રી સુશ્રી પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સર્વ ધારાસભ્યશ્રી તેમજ તમામ કાઉન્સિલરશ્રી અને અન્ય મહાનુભાવોએ, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
