ગુજરાત તકેદારી આયોગના ઓનલાઇન ફરિયાદ માટેના “ઇ-તકેદારી પોર્ટલ”નું લોન્ચિંગ
November 02, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૩ની ઉજવણી નિમિત્તે ગુજરાત તકેદારી આયોગના ઓનલાઇન ફરિયાદ માટેના “ઇ-તકેદારી પોર્ટલ”નું નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કર્યું હતું. આ પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકો ઘરે બેઠા જ ઓનલાઈન ફરિયાદ કરી શકશે, સાથે જ તેમની ફરીયાદનું ટ્રેકિંગ પણ જાતે જ કરી શકશે. એટલું જ નહીં, આ પોર્ટલથી ઈ-સરકારના માધ્યમ થકી આયોગ, સરકારી વિભાગો અને નાગરિકો વચ્ચે એકીકૃત રીતે કાર્યવાહી થવાથી નાગરિકો તેમની ફરિયાદો સરળતાથી નોંધાવી શકશે તથા આયોગ અને સરકારી વિભાગોની કક્ષાએ અસરકારક રીતે પ્રક્રિયા હાથ ધરાશે. આ સાથે જ તેમણે “નિવારાત્મક તકેદારી અને ઇજનેરી કામોમાં ન્યાય સહાયક વિજ્ઞાનનો ઉપયોગ” વિષય પરની કાર્યશાળાનો પણ શુભારંભ કરાવ્યો હતો.
જે પ્રતિભાશાળી વ્યક્તિની જન્મજયંતી આ સતર્કતા જાગૃતિ સપ્તાહ દરમિયાન આવે છે તેવા સરદાર સાહેબના વિચાર “અમે ભ્રષ્ટાચારને ધિક્કારીએ છીએ”ને ટાંકીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકાસ માટેના સરકારના પ્રયાસોની સફળતા આડે ભ્રષ્ટાચાર સૌથી મોટો અવરોધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારે કરપ્શન સામે ઝીરો ટોલરન્સ નિતી અપનાવી છે.
“Say No To Corruption”ના સંદેશને દોહરાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભ્રષ્ટાચાર નિર્મૂલનથી રાષ્ટ્રને સમર્પિત થઈએ, વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બનીએ. અપરાધીઓ તો દરરોજ, દર મહિને ગેરરીતીના નવા રસ્તા શોધે જ છે, પરંતુ આપણે તેમનાથી બે ડગલાં આગળ રહેવાનું છે.
નુકશાન થતા પહેલા જ કોઇપણ તૃટી શોધવામાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી વિજ્ઞાન તેમજ આધુનિક ટેકનોલોજીથી મદદરૂપ થઇ શકે તે માટે ઈજનેરી કાર્યોમાં નિવારાત્મક તકેદારી અને ફોરેન્સીક સાયન્સના ઉપયોગ અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના ઉપયોગથી સતર્કતા વધુ સુદૃઢ બને તે માટે ગુજરાત વિજિલન્સ કમિશને જે પહેલ કરી છે, તે પ્રસંશાને પાત્ર છે. ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ ગુનાની તપાસ-શોધ માટે તો થાય જ છે, પરંતુ ગુનો જ ન થાય, ગુના બનતા અટકે તે માટે ‘પ્રિવેન્ટિવ ફોરેન્સિક્સ’નો ઉપયોગ એક નવતર અભિગમ છે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ટેક્નલોજીના ઉપયોગ સાથે ગુનાની તપાસ-શોધ અને તે બનતા અટકે તે માટે આજની કાર્યશાળામાં માહિતી આપવામાં આવી છે. જેનાથી અનિયમિતતાઓ, ખામીઓની શોધ માટે સતર્કતાનું મહત્ત્વ પણ દર્શાવાયું છે. આ માહિતી કાર્યશાળાના પ્રતિભાગીઓને ઉપયોગી બનશે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
