બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ અમદાવાદ પૂર્વનો આ મોટો રેલવે ફાટક દસ દિવસ માટે બંધ રહેશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ અમદાવાદ પૂર્વનો આ મોટો રેલવે ફાટક દસ દિવસ માટે બંધ રહેશે

મણિનગર રેલવે ક્રોસિંગ ફાટક નં. L-C-308 નંબરના કેબિન સામે બુલેટ ટ્રેનના ટ્રેકના સિગમેન્ટ લગાવવાનું કામગીરી અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું અધિક પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

અમદાવાદ: શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સાબરમતીથી વટવા સુધીનું પાયલોટિંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું કામ દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લિ. કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામકાજ અંતર્ગત મણિનગર રેલ્વે ક્રોસિંગ ફાટક નં. L-C-308 નંબરના કેબિન સામે બુલેટ ટ્રેનના ટ્રેકના સિગમેન્ટ લગાવવાનું કામ તા.૧૫/૧/૨૦૨૪થી તા.૨૫/૧/૨૦૨૪ દિન-૧૧ સુધી કરવામાં આવનાર છે.

સદરહું કામકાજ દરમિયાન આ ક્રોસિંગની બન્ને બાજુનો રસ્તો બંધ કરવામાં આવનાર હોઈ, જેથી બન્ને બાજુનો ટ્રાફિક નીચે મુજબના માર્ગો પરથી અવર-જવર કરી શકશે.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત :

મણિનગર રેલ્વે ક્રોસિંગ ફાટક નં. L-C-308 નંબરના કેબિન સામે બન્ને બાજુ બંધ રહેનાર છે.

વૈકલ્પિક માર્ગની વિગત :

૧. કાંકરિયા શાહઆલમ જવાહર ચોક ચાર રસ્તા તરફથી મણિનગર રેલ્વે ક્રોસિંગ તરફ આવતો ટ્રાફિક એલ.જી. હોસ્પિટલ થઈ ઝગડીયા બ્રીજ થઇ આવકાર હોલ થઇ આવતો ટ્રાફિક ગુરુજી બ્રીજ ઉપર થઈ ખોખરા સેવન ડે સ્કૂલ હરિપુરા જશોદાનગર ચાર રસ્તા હાટકેશ્વર તરફ જઈ શકશે. જેમાં ટુ-વ્હીલર અને થ્રી- વ્હીલર દક્ષિણી અંડરપાસ થઈ જઇ શકશે.

૨. હાટકેશ્વર અનુપમ સિનેમા હરિપુરા જશોદાનગર તરફથી આવતો ટ્રાફિક ઝગડીયા બ્રીજ તથા ગુરુજી બ્રીજનો ઉપયોગ કરી શકશે. જેમાં ટુ-વ્હીકલ અને થ્રી-વ્હીકલ દક્ષિણી અંડરપાસ થઇ જઇ શકશે.