અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ: જૂની હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી ઇન્કમટેક્સ સ્વસ્તિક સુપર માર્કેટ સુધી વાહન પ્રતિબંધ/ડાયવર્ઝન

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ: જૂની હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી ઇન્કમટેક્સ સ્વસ્તિક સુપર માર્કેટ સુધી વાહન પ્રતિબંધ/ડાયવર્ઝન

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત જૂની હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી ઇન્કમટેક્સ સ્વસ્તિક સુપર માર્કેટ સુધી ૩૦-મીટર લંબાઈનો સ્ટીલનો ફૂટ ઓવરબ્રિજ (લોખંડની ગર્ડર) લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી તા.૦૬.૦૧.૨૦૨૪થી તા.૧૧.૦૧.૨૦૨૪, ૬-દિવસની રાત્રિના કલાક ૧૨.૦૦થી સવાર કલાક ૦૫.૦૦ સુધી કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન નીચે જણાવેલ વિગતો ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત:

ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતે આવેલ શ્રી અરુણ જેટલી ઓવરબ્રિજના બન્ને સાઇડથી વાહન વ્યવહાર માટે રાત્રિ કલાક ૧૨.૦૦થી સવાર કલાક ૦૫.૦૦ સુધી બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગની વિગત :

૧. વાડજ ગાંધીઆશ્રમ તરફથી આવતો ટ્રાફિક ઉસ્માનપુરા ચાર રસ્તા થઈ ઉસ્માનપુરા ગામ તરફ જઈ શકાશે. તેમજ ઇન્કમટેક્સ ચાર રસ્તાથી વલ્લભસદન થઈ રિવરફ્રન્ટ તરફ પણ જઈ શકાશે. ઈન્કમટેક્સ ચાર સુધી બન્ને સાઈડનો સર્વિસ રોડ વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે.

૨. નહેરુબ્રિજ થઈ આશ્રમ રોડ તરફનો ટ્રાફિક ખોડીયાર માતાના મંદિર થઈ નવરંગપુરા તરફ જઈ શકશે. તેમજ જમણી બાજુ રિવરફ્રન્ટ તરફ પણ જઈ શકાશે. સદર બ્રિજની નીચેના બન્ને સર્વિસ રોડ ઇન્કમટેક્સ ચાર રસ્તા સુધી ચાલુ રહેશે.