ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી
March 16, 2024
ગાંધીનગરઃ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગવાન બનાવવા ગુજરાત સરકારે આજે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી છે.
નવી પોલિસી રાજ્યના તમામ સરકારી વિભાગો, HODs, જિલ્લા કચેરીઓ, સત્તાવાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓ/બોર્ડ્સ/નિગમો/સોસાયટીઓ દ્વારા વસ્તુ અને સેવાઓના પ્રોક્યુરમેન્ટને આવરી લેશે. હાલ રાજ્યમાં ગુજરાત રાજ્ય ખરીદ નીતિ-૨૦૧૬ અમલમાં છે.
નવી પોલિસી અંતર્ગત પાત્ર સપ્લાયરોને ટેન્ડર ફી અને અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD)માંથી મુક્તિ આપવામાં આવશે.
નવી પોલિસી હેઠળ ટેન્ડર વિના ખરીદી માટે રાજ્ય સરકારે જુદી જુદી મર્યાદાઓ નક્કી કરી છે, જેમાં સરકારી સંસ્થાઓ પાસેથી ટેન્ડર વિના રૂ. ૧૫ લાખ સુધીની ખરીદી, સરકારી માલિકીની સંસ્થાઓ અથવા જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) પાસેથી રૂ. ૧૫ લાખ સુધી ટેન્ડર વિના ખરીદી, સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી રૂ. ૫ લાખ સુધીની ટેન્ડર વિના ખરીદી તેમજ સ્ટાર્ટઅપ્સ પાસેથી રૂ. ૧૫ લાખ સુધી ટેન્ડર વિના ખરીદી કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વધુમાં, સ્ટાર્ટઅપ્સને ન્યૂનતમ પૂર્વ અનુભવ અને ન્યૂનતમ ટર્નઓવર જરૂરિયાતોના માપદંડમાંથી મુક્તિ આપવામાં આવી છે.
નવી ખરીદ નીતિ-૨૦૨૪ ભારત અને ગુજરાતમાં ઉચ્ચ મૂલ્યવર્ધન સાથે સપ્લાયર્સ પાસેથી માલ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને પ્રાથમિકતા આપે છે. આ નીતિ અંતર્ગત જે વસ્તુઓની પ્રોક્યુરમેન્ટની અંદાજિત કિંમત રૂ. ૨૦૦ કરોડથી વધુ હોય એવા કિસ્સામાં જ ગ્લોબલ ટેન્ડર ઇન્ક્વાયરી બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત રૂ. ૧ લાખ થી વધુની વસ્તુઓ અને સેવાઓની તમામ પ્રોક્યુરમેન્ટ, GeM પોર્ટલ દ્વારા પ્રાપ્તિ સહિત, માત્ર ઇ-ટેન્ડર દ્વારા કરવામાં આવશે.
BIS સ્પષ્ટીકરણો ઉપલબ્ધ છે તેવી વસ્તુઓના પ્રોક્યુરમેન્ટ માટે આ નવી નીતિમાં BIS પ્રોડક્ટ સ્પેસિફિકેશનને અપનાવવાનું ફરજિયાત કરાયું છે. નવી પ્રોક્યુરમેન્ટ પોલિસી દ્વારા, રાજ્ય સરકાર ગવર્નમેન્ટ-ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ દ્વારા તમામ વસ્તુઓ અને સેવાઓની ખરીદીને પ્રોત્સાહન આપે છે.
ઉલ્લેખનીય છે કે, વિવિધ સંસ્થાઓ, ઉત્પાદન એકમો, વિવિધ સંગઠનો, બોર્ડ/કોર્પોરેશન, સરકારી વિભાગો/વિભાગોના વડાઓ (HoDs) દ્વારા પરચેઝ પોલિસીમાં થોડાં ઘણાં ફેરફારો માટે સૂચનો પ્રાપ્ત થયા હતા. આથી, ગુજરાત સરકારે તેની પરચેઝ પોલિસી ૨૦૧૬માં મેક ઇન ઈન્ડિયા પહેલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને અને હિતધારકોના તમામ સંબંધિત સૂચનોને સંબોધિત કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ૨૦૨૨-૨૩માં રૂ. ૧.૪૭ લાખ કરોડથી વધુના મૂલ્યની વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી હતી.
રાજ્ય સરકારનું કહેવું છે કે આ નવી પોલિસી રાજ્યના સૂક્ષ્મ અને નાના એકમો પાસેથી પ્રોક્યોરમેન્ટને પ્રોત્સાહન પૂરું પાડવામાં વધુ ઉપયુક્ત સાબિત થશે. નવી ખરીદ નીતિ સૂક્ષ્મ, કુટિર, નાના સાહસો, ખાસ કરીને એસસી/એસટી અને મહિલા ઉદ્યોગસાહસિકોની માલિકીની ખરીદીને પ્રોત્સાહિત કરશે. તેમજ અન્ય સપ્લાયર્સની તુલનામાં ગુજરાત સ્થિત MSEs પાસેથી પણ ઉચ્ચ પ્રોક્યુરમેન્ટને સમર્થન આપશે. નવી પ્રોક્યુરમેન્ટ પોલિસી ગુજરાતના સ્ટાર્ટઅપ્સમાંથી પણ પ્રોક્યુરમેન્ટને સમર્થન આપશે. નવી પોલિસીમાં સ્થાનિક સપ્લાયર્સના ફાયદાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
તાજેતર ના લેખો
- કાંકરિયા કાર્નિવલમાં આ વખતે શું શું હશે? કોણ કોણ આપશે સ્ટેજ પરફોર્મન્સ? કયો વિશ્વ વિક્રમ સર્જાશે? વાંચો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય