ચાર બાળકો ધરાવતા પરિવારોને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ: યુરોપના દેશમાં નવી વસ્તી નીતિ
September 09, 2025
દક્ષિણ-પૂર્વ યુરોપનો દેશ ગ્રીસ હાલમાં વસ્તી ઘટવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે, જેને સરકારે દેશ માટે સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. આ સંકટને પહોંચી વળવા માટે, ગ્રીસ સરકારે €1.6 બિલિયન (આશરે ₹16,563 કરોડ)ના એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ બાળકોના જન્મને પ્રોત્સાહન આપવાનો છે.
આ નવી નીતિ 2026થી લાગુ થશે, જે અંતર્ગત ચાર બાળકો ધરાવતા પરિવારોને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. છેલ્લા 50 વર્ષમાં આ દેશની સૌથી મોટી ટેક્સ રાહત છે. ગ્રીસનો પ્રજનન દર યુરોપમાં સૌથી ઓછો, પ્રતિ મહિલા માત્ર 1.4 બાળક છે. જો આ જ સ્થિતિ યથાવત રહી, તો દેશની હાલની 1.02 કરોડની વસ્તી 2050 સુધીમાં ઘટીને 80 લાખથી પણ ઓછી થઈ જવાની ભીતિ છે, જેમાં વૃદ્ધોની સંખ્યા ખૂબ વધી જશે.
આ સમસ્યા પાછળ એક દાયકા પહેલાં આવેલું આર્થિક સંકટ પણ જવાબદાર છે, જેના કારણે લાખો યુવાનોએ દેશ છોડી દીધો હતો. હવે સરકારે વસ્તી વધારાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને દેશના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ પગલાં લીધા છે.
તાજેતર ના લેખો
- પત્રકારની નોંધપોથી - અંક 2
- પત્રકારની નોંધપોથી અંક 01
- “શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
- ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
- ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
- ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની 'વિના મૂલ્યે' નિવાસી તાલીમ
