ગુજરાતમાં તા. ૧૮મી માર્ચથી ૯૦ દિવસ સુધી તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી
March 15, 2024
ગાંધીનગરઃ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તા. ૧૮મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ થશે, જે આગામી ૯૦ દિવસ એટલે કે, ૧૫મી જૂન સુધી ચાલુ રહેશે.જેનો લાભ અંદાજે ૩.૨૦ લાખ ખેડૂતોને થશે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૧૭૩૪ કરોડની કિંમતની ૨,૪૫,૭૧૦ મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. ૧૭૬૫ કરોડની કિંમતના ૩,૨૪,૫૩૦ મે. ટન ચણા અને રૂ. ૮૫૩ કરોડની કિંમતના ૧,૫૦,૯૦૫ મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે ૧૪૦ ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે ૧૮૭ ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે ૧૧૦ ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ ૪૩૭ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. ૭૦૦૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૪૦૦ પ્રતિ મણ), ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૦૮૮ પ્રતિ મણ) અને રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૧૩૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
તાજેતર ના લેખો
- કાંકરિયા કાર્નિવલમાં આ વખતે શું શું હશે? કોણ કોણ આપશે સ્ટેજ પરફોર્મન્સ? કયો વિશ્વ વિક્રમ સર્જાશે? વાંચો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય