એથલીટોને કાઢીને સ્ટેડિયમમાં કૂતરા સાથે ઇવનીંગ વોક કરવાના આદતી આઇએએસ પતિ પત્નીની દુર્ગમ સ્થળોએ બદલી
May 27, 2022
નવી દિલ્હીઃ પોતાના શ્વાન સાથે ઈવનિંગ વૉકના શોખીન એવા દિલ્હી સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી (રેવન્યુ) સંજીવ ખીરવર તથા તેમના પત્નીની અલગ અલગ રાજ્યોમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
ગુરુવારે આ અંગેના અહેવાલ પ્રકાશિત થયા બાદ સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચા અને ટીકા થઈ હતી. સરકારે પણ આ બાબત તત્કાળ ધ્યાનમાં લઇને ખીરવર દંપતિની બદલીના આદેશ જારી કરી દીધા હતા. સંજીવ ખીરવરને દિલ્હીથી લડાખ મોકલી દેવામાં આવ્યા છે જ્યારે તેમના પત્ની રિન્કુની દિલ્હીથી અરુણાચલ પ્રદેશ બદલી કરી દેવામાં આવી છે.
દિલ્હી સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી (રેવન્યુ) સંજીવ ખીરવર પોતાના શ્વાન સાથે ઈવનિંગ વૉક કરવા માટે આખેઆખું સ્ટેડિયમ ખાલી કરાવી દેતા હતા! દિલ્હી સરકાર સંચાલિત ત્યાગરાજ સ્ટેડિયમમાં રમતવીરો નિયમિત પ્રેક્ટિસ કરતા હોય છે. હાલમાં ઉનાળાની અસાધારણ ગરમી હોવાથી પ્રેક્ટિસ સાંજે શરૂ થાય અને રાત્રે મોડા સુધી ચાલે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી રમતવીરો તથા તેમના કોચને સાત વાગ્યા સુધીમાં સ્ટેડિયમ ખાલી કરી દેવાનો આદેશ મળ્યો હતો.
આ બાબત મીડિયા સુધી પહોંચતા મીડિયાએ તસવીરો સાથે અહેવાલ પ્રકાશિત કર્યો જેને પગલે આ દંપતિ સામે પગલાં લેવાયાં છે.
જોકે, નેટિઝન્સ ગુરુવાર સાંજથી એ વાતે મજા લઈ રહ્યા છે કે, પતિની ટ્રાન્સફર લડાખ કરવામાં આવી અને પત્નીને અરુણાચલ પ્રદેશ મોકલી દેવામાં આવ્યા, પરંતુ શ્વાન હવે બેમાંથી કોની સાથે જશે?
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
