અમદાવાદ સહિત પાંચ મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી
August 02, 2022
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને પાંચ મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોના સુઆયોજિત વિકાસથી ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરની એક-એક મળીને કુલ ૩ પ્રીલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. આ ઉપરાંત રાજકોટ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧-૧ એમ કુલ બે ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમની પણ મંજૂરી આપી છે.
ભૂપેન્દ્ર પટેલે જે ત્રણ પ્રીલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને અનૂમતિ આપી છે તેમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની સ્કીમ નં ૧ર૮ ગેરતપૂર, ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રીલિમિનરી ટી.પી સ્કીમ નં. ૧પ કોલવડા તથા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની પ્રીલિમિનરી ટી.પી સ્કીમ નં.૪ વરતેજનો સમાવેશ થાય છે
આ ત્રણેય પ્રીલિમિનરી ટી.પી. સ્કીમમાં બાગ-બગીચા, ખુલ્લી જગ્યા તથા રમત-ગમતના મેદાન તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન સહિત કુલ ૩૮.૦૧ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રીલિમિનરી ટી.પી સ્કીમ ૧ર૮ ગેરતપૂરમાં ૧ર૦૦ EWS આવાસો, ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રીલિમિનરી ટી.પી. ૧પ કોલવડામાં ૧પ૦૦ EWS આવાસો તથા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની પ્રીલિમિનરી ટી.પી સ્કીમ ૪ વરતેજમાં પાંચ હજાર EWS આવાસોનું નિર્માણ થઇ શકશે.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.ર૩ જામનગરમાં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે ૪.૬૬ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૩.૯૬ હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે ૧ર.૧૪ હેક્ટર્સ મળી કુલ ર૬.૭૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
આ ટી.પી.માં સામાજીક આર્થિક રીતે નબળા વર્ગોના લોકો EWS માટે આશરે પ૪૦૦ આવાસો બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ મંજૂર કરેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં-૩૩ રૈયા માં ૧૦ હજાર EWS આવાસો બનાવવા માટે ૧૧.ર૬ હેક્ટર્સ સહિત ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે, જાહેર સુવિધા માટે અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે મળીને કુલ ૩૯.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
આમ, મુખ્યમંત્રીએ મંજૂર કરેલી પાંચ ટી.પી. સ્કીમમાં સમગ્રતયા કુલ મળીને ર૩,૧૦૦ EWS આવાસો માટે અને અન્ય વિવિધ હેતુઓ માટે કુલ ૧૦૪.ર૮ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
