અમદાવાદમાં રૂ. ૮૬૭૫ લાખથી વધુ રકમનાં કામોને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી

અમદાવાદમાં રૂ. ૮૬૭૫ લાખથી વધુ રકમનાં કામોને સ્ટેન્ડિંગ કમિટીએ  મંજૂરી આપી

અમદાવાદઃ ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, નાણાં, ઈ-ગવર્નનન્સ, ફાયર એન્ડ ઈમરજન્સી, સેન્ટ્રલ વર્કશોપ વિભાગ અને વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ, હોસ્પિટલ, હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ અને રેવન્યુ કમિટીના કામોને મંજૂરી આપી છે.

આ અંગે માહિતી આપતા મેયર કિરીટભાઈ પરમાર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટે જણાવ્યું કે, આજની મિટીંગમાં સેન્ટ્રલ ઓફિસ ખાતા દ્વારા રજૂ કરાયેલી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતાના સહાયક કામદારોની સુપરન્યુમરરી જગ્યા રદ/રૂપાંતરીત કરીને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતામાં તથા તેના જુદા જુદા ઝોનના એસ્ટા શિડ્યુલમાં સફાઈ કામદારના હોદ્દાવાળી કાયમી જગ્યાઓ ઉધાડવાના કામને મંજુરી આપવામાં આવી છે.

નાણાં ખાતા દ્વારા શહેરમાં પાણી, રોડ, ડ્રેનેજ, બ્રિજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તથા લાઇટ જેવી માળખાગત પાયાની સુવિધાનાં વિકાસકીય કામો કરવાનાં નાણાંકીય આયોજનના ભાગ રૂપે રૂ. ૨૦૦/- કરોડ સુધીના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ(ટેક્ષેબલ) ઇશ્યુ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની તથા અન્ય આનુષંગિક કાર્યવાહી કરવા માટેના કામને મંજુરી આપવામાં આવી હતી.

ઈ-ગવર્નન્સ ખાતા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ના અ.મ્યુ. કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ બિલોના પ્રિન્ટીંગની કામગીરી માટે ખર્ચ કરવાના કામને પણ મંજુરી આપવામાં આવી હોવાનું મહાપાલિકાના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

તે અંતર્ફાગત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ખાતા માટે ફાયર ફાયટીંગ, રેસ્ક્યુ માટેના જરૂરી સાધનો ખરીદ કરવા માટેના કુલ રૂા. ૨૧૧ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી. સેન્ટ્રલ વર્કશોપ ખાતા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ખાતા માટે નવનિર્મિત ૩ ફાય૨ સ્ટેશન અને ૦૩ ફાય૨ ચોકીઓમાં ઉપયોગ કરવા માટે જરૂરી વાહનો / સાધનો પાંચ વર્ષના મેન્ટેનન્સ સહિત ખરીદ કરવા કુલ રૂા. ૩૨૦૦ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

ઉપરાંત, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી ઉત્તર, ઉત્તર પશ્ચિમ, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડોમાં ડ્રેનેજ લાઈન / સ્ટ્રોમ વોટર લાઈન સી.સી.ટી.વી. કેમેરા તેમજ સુપર સકર મશીનથી ડીસીલ્ટીંગ કરવાનું કામ, નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન માટે ઈલે.-મીકે. ઈક્વીપમેન્ટના એસ.આઈ.ટી.સી. સહિતની કામગીરી, સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા, કેચપીટ બનાવવા અને રીપેરીંગ કરવા, હાઉસીંગ વસાહતોમાં મશીનહોલ ઊંચા નીચા કરવા, અપગ્રેડેશન કરવા, પાણીના લીકેજ રીપેરીંગ કરવા, નવી લાઈન નાંખવા, સીસ્ટેમેટીક ડ્રેનેજ લાઈન નાંખવા, પાણીની લાઈન અપગ્રેડ કરવા, પેવર બ્લોક / સી.સી. પેવીંગ કરવા, પાઈપલાઈનમાં આવતું પ્રદુષણ દૂર કરવા, ટેન્કર દ્વારા પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવા, બોર ઓપરેટર તથા મજુર પૂરા પાડવા, પત્થર પેવીંગ કરવા તથા વસ્ત્રાપુર તળાવમાં ડેમેજ થયેલ ભાગમાં નવી આર.સી.સી. રીટેઇનીંગ દિવાલ બનાવવા અને શીલજ તળાવને ડેવલપ કરવા માટે કુલ રૂા. ૨૨૪૦ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલાં કામો, હોસ્પિટલ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલી HIGH FIDELITY SIMULATOR FOR BABY અંગેની આઈટમની ખરીદી માટેની દરખાસ્ત, હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ સ્લમ અને ગરીબ વિસ્તારોમાં મેડીકલ કેમ્પ માટેના યોગ્ય સ્થળોની પસંદગી કરી જરૂરીયાત મુજબના “ નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પો “ યોજવા જેવાં અનેકવિધ કામોને મંજુરી આપવામાં આવી.

રેવન્યુ કમિટી દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૨માં ભારતની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે “આઝાદીનું અમૃત મહોત્સવ” યોજવાના ભાગરૂપે તા. ૮-૮-૨૦૨૨ થી તા. ૨૧-૧૦-૨૦૨૨ એટલે કે ૭૫ દિવસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્ષના રહેણાંક અને બિન રહેણાંકના તમામ કરદાતાઓને ૭૫ દિવસના સમયગાળા માટે વ્યાજમાં ૭૫% રાહત આપવાના કામને મંજુરી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે

ઉપરાંત તાકીદના કામ તરીકે વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ થયેલા ઉત્તર ઝોનના ઠક્કરનગર વોર્ડમાં રૂા. ૬૫૨ લાખથી વધુના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનું કામ તેમજ નાણાં ખાતા દ્વારા રજૂ થયેલાં અ.મ્યુ. કોર્પોરેશનમાં વિવિધ વિકાસના કામો માટે રાજ્ય સરકારશ્રીની GSFS સંસ્થા પાસેથી લોન મેળવવા તેમજ તે સંબંધિત આનુષંગિક કાર્યવાહી કરવાના કામને મંજૂરી આપવામાં આવી.

દેશ ગુજરાત