ગુજરાતમાં 75 વર્ષે કુલ સરકારી નોકરીઓ 5.6 લાખે પહોંચીઃ 5 જ વર્ષમાં 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલની ડંફાશ
August 07, 2022
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે હવે લગભગ દર અઠવાડિયે ગુજરાત આવી રહેલા દિલ્હીના એકપણ ખાતાં વિનાના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે રવિવારે વડોદરામાં સભાને સંબોધતા મોટા ઉપાડે દાવો કરી દીધો હતો કે, જો આમ આદમી પાર્ટીની સરકાર રચાશે તો ગુજરાતના 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે. જો કે કેજરીવાલનું આ વધુ એક વચન વાણીવિલાસથી વિશેષ બીજું કંઇ નથી એવું તારણ એટલા માટે કાઢી શકાય છે કારણકે ગુજરાતની 1960માં સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધી ગુજરાતમાં સરકારી નોકરીઓનું કુલ કદ 5.6 લાખનું છે. આમાં ખાલી જગ્યાઓ અને ભરાયેલી તમામ શ્રેણીની સરકારી નોકરીઓ આવી જાય છે. તો હવે પાંચ વર્ષમાં કેજરીવાલ 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન કયા તર્કથી આપે છે? શું હાલ જે 5.6 લાખ જગ્યાઓમાં જે જગ્યાઓ ભરાયેલી છે તેમાંથી તમામને તગેડી મૂકીને નવી જગ્યાઓ ભરશે અને પછી તેટલી જ બીજી જગ્યાઓ કઇ રીતે ઉભી કરશે અને ભરશે?
Today, Kejriwal promised 10 lakh Govt jobs in Gujarat.
Gujarat has had 5.6 lakh Govt jobs in all since Independence.
The absurdity is evident in the fact that he promises to double the number in 5 years.
This is the cut paste model of offering 10 lakh jobs everywhere he goes!
— Amit Malviya (@amitmalviya) August 7, 2022
ગુજરાત ભાજપના રાજ્યના અને રાષ્ટ્રીય સ્તરના પ્રવક્તાઓએ આ સવાલ ઉઠાવ્યા છે. ભાજપના નેતાઓએ કહ્યું કે, ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં સરકારી નોકરીઓનું કદ 5.6 લાખનું છે. અને કેજરીવાલ આગામી પાંચ વર્ષમાં 10 લાખ નોકરી આપવાનો દાવો કરે છે. એનો અર્થ એ થયો કે જો એ ચૂંટાય તો ગુજરાત સરકારમાં બીજી પાંચ લાખ નવી નોકરી ઊભી કરશે. આવો દાવો તદ્દન અવ્યવહારુ છે અને હવે તો એવું લાગે છે કે, કેજરીવાલ જે રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યાં એક જ પ્રકારનું કોપી પેસ્ટ વચન આપે છે.
કેજરીવાલ જે રાજ્યમાં પ્રચાર માટે જાય ત્યાં એમ કહે છે કે, આખા દેશ કરતાં આ રાજ્યમાં વીજળીના દર સૌથી વધુ છે. આવું નિવેદન તે ઉત્તરાખંડમાં, હરિયાણામાં, ઉત્તરપ્રદેશમાં કરી ચૂક્યા છે અને એ જ નિવેદન ગુજરાતમાં પણ વારંવાર કરીને મફત વીજળીનો ગોળ કોણીએ લગાવે છે. એ જ રીતે કેજરીવાલ દરેક જગ્યાએ 10 લાખ સરકારી નોકરીના વચન આપે છે, પરંતુ એ શક્ય નથી કેમ કે દરેક રાજ્યમાં સરકારી નોકરીઓનું કદ 10 લાખ નથી હોતું.
રેવડીલાલે આજે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપ્યું જ્યારે ગુજરાત સરકારમાં સરકારી કુલ સંખ્યા 5.6 લાખ છે
પાછો રેવડીવાલ 5 વર્ષમાં આ સંખ્યા બમણી કરવાનું વચન આપે છે
આ દર્શાવે છે કે તે જ્યાં જાય છે ત્યાં 10 લાખ નોકરીઓનું વચન આપતું કોપી પેસ્ટ મોડલનો ઉપયોગ કરી રહ્યો છે*— Dr.Yagnesh Dave (@yagnesh_dave) August 7, 2022
યાદ રહે, થોડા મહિના પહેલાં કેજરીવાલે એવો મોટાપાયે દાવો કર્યો હતો કે, દિલ્હીમાં તેમણે 10 લાખ યુવાનોને રોજગારી આપી છે. પરંતુ આવા દાવાના થોડા દિવસમાં દક્ષિણ ભારતના એક અખબાર ધ હિન્દુ-એ એક વિસ્તૃત સંશોધનાત્મક અહેવાલ લખીને કેજરીવાલના દાવામાં જરાય તથ્ય નહીં હોવાનું સાબિત કર્યું હતું. આ અખબારે લખ્યું હતું કે, આવી સરકારી નોકરીઓની વિગત દિલ્હી સરકારની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને તે અનુસાર માત્ર 12,588 યુવાનોને રોજગારી આપવામાં આવી હોવાનું જણાવ્યું છે. અખબારે જોકે અહીં પોતાની ટિપ્પણી ઉમેરી હતી કે, આ આંકડો વેબસાઇટ ઉપર આપવામાં આવ્યો છે પરંતુ કોને રોજગારી આપી છે તેની વિગતો જાહેર નથી કરી એ ઉપરાંત કયા કયા ખાતાંઓમાં રોજગારી આપી છે તેની પણ કોઈ સ્પષ્ટતા મળતી નથી. (https://deshgujarat.com/2022/08/02/kejriwal-claim-on-employment-given-in-delhi-proves-false/ )
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
