અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ રૂા. ૩૬૪ લાખથી વધુ રકમનાં કામોને મંજૂરી આપી
August 19, 2022
અમદાવાદઃ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી દ્વારા રજૂ થયેલાં કામો પૈકી ઉત્તર ઝોન, મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનના વિવિધ ગાર્ડનોમાં ગાર્ડન રીડેવલપ કરવા, ગાર્ડનમાં સીવીલ વર્ક કરવું, મીયાવાકી પદ્ધતિથી એક વર્ષ માટે પ્લાન્ટેશન કરી મેઇન્ટેન કરવું, વોકીંગ ટ્રેક બનાવવા, પેવરબ્લોક નાંખવા, દિવાલ બનાવવા, પાણીનું નેટવર્ક ઉભું કરવા જેવા વિવિધ આનુષંગિક કામો કરવા માટે રૂા. ૩૬૪ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી. સાથે સેન્ટ્રલ ઓફિસ, હાઉસિંગ પ્રોજેક્ટ તેમજ રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટીના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આજની મિટીંગમાં સેન્ટ્રલ ઓફિસ ખાતા દ્વારા એસ્ટેટ / ટી.ડી.ઓ. / સીટી પ્લાનિંગ ખાતામાં એચ.ઓ.ડી. કક્ષાની પાંચ જગ્યાઓને હયાત લાયકાત તથા નામાભિધાન બદલ્યા વગર અપગ્રેડ કરવા તથા અપગ્રેડ મુજબનો લાભ સદરહુ જગ્યા ઉપર હાલમાં ફરજ બજાવતા અધિકારીઓને આપવાના કામને મંજુરી આપવામાં આવી.
ઉપરાંત, અ.મ્યુ. કોર્પોરેશન દ્વારા હાલમાં નવીન બની રહેલા જોધપુર, નારણપુરા, વેજલપુર, વટવા, લાંભાના જીમ્નેશિયમ તથા હવે પછી ભવિષ્યમાં નવા બનાવવામાં આવનાર તમામ જીમ્નેશિયમોનો સંપૂર્ણ ખર્ચ જેવો કે, નવાં સાધનો મૂકવા, કોચ રાખવા, સિક્યોરિટી, સફાઈ, લાઈટ મેઇન્ટેનન્સ જેવા તમામ પ્રકારના ખર્ચ સહીત પાંચ વર્ષ માટે તથા કામની સમીક્ષા કરી વધુ ત્રણ વર્ષ પીપીપી મોડેલથી ચલાવવા આપવાની આનુષંગિક કાર્યવાહી કરવાના કામને મંજુરી આપવામાં આવી.
તાકીદના કામ તરીકે રજૂ કરવામાં આવેલાં કામો પૈકી આગામી તા. ૨૪-૦૮-૨૦૨૨ થી તા. ૩૧-૦૮-૨૦૨૨ સુધી જૈન ધર્મનો મહાપર્યુષણ પર્વ પ્રસંગ હોવાથી તથા શ્રી દિગંબર જૈન સમાજના પર્યુષણની ધુપ દશમ તા. ૦૫-૦૯-૨૦૨૨ તથા સંવત્સરી તા. ૦૯-૦૯-૨૦૨૨ના દિવસે હોવાથી મ્યુ. કતલખાનાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
