રૂા. ૮૭.૪૩ કરોડના ખર્ચે અમદાવાદમાં વિવિધ વિકાસ કામો માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
August 25, 2022
અમદાવાદઃ મહાનગર પાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ, પબ્લિસિટી, બગીચા, સ્કુલ બોર્ડ ખાતું, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ અને રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ વિભાગોના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આજની મિટીંગમાં એસ્ટેટ મધ્યસ્થ કચેરી ખાતા દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોન તથા દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં મ્યુ. માલિકીની જગ્યામાં તથા રોડ-રસ્તા ઉપર હોર્ડિંગ્સ/ગેન્ટ્રીઓ પર જાહેરાતના પરાવાના આપવાના હકો ઈ-ટેન્ડર કમ ઈ-ઓક્શનથી ત્રણ વર્ષ માટે એલોટ કરવા માટેના કામને મંજુરી આપવામાં આવી.
બગીચા ખાતા દ્વારા રજૂ કરાયેલા ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં ટી.પી. ૩૯ એફ.પી. ૧૪માં ડેવલપ કરવામાં આવેલ અર્બન ફોરેસ્ટને પીપીપી પોલીસી હેઠળ બ્યુટીફીકેશન કરી પાંચ વર્ષ સુધી જાળવણી કરવાના કામને મંજુરી આપવામાં આવી.
સ્કુલ બોર્ડ ખાતા દ્વારા રજૂ કરાયેલા અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની બોપલ-ઘુમા અને કઠવાડા વિસ્તારની ૬ અને ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની ૩ મળી કુલ ૯ શાળાઓનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ખાતે તમામ પ્રકારની મિલકતો મહેકમ અને ગ્રાન્ટ નિભાવ સાથે હસ્તાંતરણ કરવાના કામને મંજુરી આપવામાં આવી.
વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલાં કામો પૈકી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ઝોનના જુદા જુદા વોર્ડોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સીસ્ટેમેટીક ડ્રેનેજ લાઈન તથા મશીનહોલ/ચેમ્બર બનાવવા, પાણીની લાઈન અપગ્રેડ કરવી, સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશનોની ઓ એન્ડ એમ ની કામગીરી કરવા, સાબરમતી નદીમાં આવતા ડ્રેનેજ પાણીને બંધ કરી ટેમ્પરરી ડમી મારી ગેટ ફિક્સ કરવાની કામગીરી, પીવાના પાણીની લાઈનો નાંખવાનું કામ, સુએજ પંપીંગ સ્ટેશનો ખાતે નોન ક્લોગ સુએજ સબમર્સીબલ પંપ સેટોની એસ.આઈ.ટી.સી.ની કામગીરી કરવાના માટે કુલ રૂા. ૧૨૫૯ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલાં કામો પૈકી મધ્ય, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડોમાં રોડની ફુટપાથ બનાવવી, ઈન્ટરલોકીંગ પેવર બ્લોક નાંખવા, મ્યુ. હસ્તકની બિલ્ડીંગો તેમજ મ્યુ. શાળાઓમાં જરૂરી રીપેરીંગ કામ કરાવવા, કંપાઉન્ડ વોલ બનાવવા, પાણીની લાઈનનું લીકેજ રીપેરીંગ, આર.સી.સી. રોડ બનાવવા/રીપેરીંગ કરવા, કલર કામ કરવા, પ્લમ્બીંગ કામ, ગટર લાઈન રીપેરીંગ, નિંભાડા પથ્થર પેવીંગ, સાબરમતી વોર્ડમાં આંબેડકર ચોકમાં આંબેડકરજીની પ્રતિમા બનાવીને મૂકવા તેમજ મધ્ય ઝોનના જુદા જુદા વોર્ડોમાં કોલ્ડ ઈમલઝન ઈન્જેક્શન પેચીંગ પદ્ધતિથી રોડ રીપેરીંગ કરવાના એમ કુલ રૂા. ૬૩૯ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
વધુમાં, મધ્ય ઝોનમાં હયાત ૮૦ વર્ષ જૂનું દાણાપીઠ ફાયર સ્ટેશન, ૪૦ વર્ષ જેટલા જૂના ફાયર ક્વાટર્સ અને તેમાં હયાત ભાડાની દુકાનો વગેરે દૂર કરી સદર પ્લોટમાં નવું ફાયર સ્ટેશન, ફાયર સ્ટાફ ક્વાટર્સ તથા મલ્ટી લેવલ પાર્કીંગ બનાવવા માટે રૂા. ૫૩૦૦ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.
આ ઉપરાંત મ્યુ. સ્કુલબોર્ડ સંચાલિત સ્કુલો પૈકી સરસપુર શાળા નં. ૧૩, બાપુનગર ખાતે આવેલી ગુજરાતી શાળા નં. ૯-૧૦ અને અનિલ સ્ટાર્ચ પાસે આવેલ સ્કુલ નં. ૧૧-૧૨ માં નવી સ્કુલ બનાવવા અંગે કુલ રૂા. ૧૫૪૫ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
