મા આરોગ્ય-મા વાત્સલ્ય કાર્ડ બંધ થઈ ગયા હોય એવા 55,000 દર્દીઓની સારવારના 122 કરોડ રાજ્ય સરકાર ચૂકવશે
August 26, 2022
— વલસાડ જિલ્લામાં 18 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
વલસાડઃ 2002માં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી રાજ્યનો કોઈપણ નાગરિક સારવારથી વંચિત ન રહે તે માટે મા આરોગ્ય કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડની સુવિધા આપી હતી. આ યોજના તેઓ વડાપ્રધાન બન્યા પછી રાષ્ટ્રીય સ્તરે લઈ ગયા અને ગરીબોને આયુષ્યમાન કાર્ડ આપ્યા. આજે દરેક પરિવારને હિંમત રહે છે કે, પરિવારના સભ્યને કંઈ કશુ થશે તો રૂ. 5 લાખ સુધીના ખર્ચની ચિંતા નથી. રાજ્ય સરકારે એક કદમ આગળ ચાલીને જે લોકોના કાર્ડ બંધ થઈ ગયા હતા તેવા 55,000 દર્દીઓની સારવારના રૂ. 122 કરોડના બિલ પણ ચૂકવવાનો નિર્ણય ગઈકાલે જ લીધો છે એમ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ આજે જણાવ્યું હતું. વલસાડ જિલ્લામાં તમામ પીએચસી અને સીએચસી સેન્ટર પર કુલ 18 એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા.
રાજ્ય સરકાર દરેકના આરોગ્યની ચિંતા કરી સારામાં સારી સારવાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપી રહી હોવાનું આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જણાવી વધુમાં કહ્યું કે, નરેન્દ્રભાઈની સૂઝબુઝને કારણે ગુજરાતમાં તેમણે વિકાસનો મજબૂત પાયો નાંખ્યો હતો, જેના કારણે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પણ ખાનગી હોસ્પિટલોને ટક્કર મારે તેવા બની રહ્યા છે. ભૂતકાળમાં રૂ. 20 થી 30 લાખમાં પીએચસી બનતા હતા આજે એટલા ખર્ચમાં સબ સેન્ટર બની રહ્યા છે. જ્યારે પીએચસી રૂ. 90 લાખથી રૂ. 1 કરોડના ખર્ચે સુવિધા યુક્ત બની રહ્યા છે. પહેલા સરકારી દવાખાનામાં ડોક્ટરો અને સ્ટાફની ઘટ રહેતી આજે તમામ જગ્યા ભરાયેલી છે. જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ કહ્યું કે, આજે જે 18 એમ્બુલન્સનું લોકાર્પણ થઈ રહ્યું છે તેમાં જિલ્લા વિકાસ અધિકારી ગુરવાનીનું મહત્વનું યોગદાન છે. તેમણે સરકારની વિવિધ યોજનાઓ હેઠળની ગ્રાંટમાંથી એમ્બ્યુલન્સો ખરીદી છે. આવુ પ્રશંસનીય કાર્ય ભાગ્યે જ કોઈ જિલ્લા વિકાસ અધિકારી કરતા હોય છે.
રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરીએ દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે દહેરી ગ્રામ પંચાયતની સ્વભંડોળ ગ્રાંટમાંથી એમ્બ્યુલન્સની ગ્રાંટ ફાળવવામાં આવી તે બદલ દહેરી ગામના અને ઉમરગામ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉપરાંત સરપંચ- ઉપસરપંચ અને તેમની સમગ્ર ટીમનો આ તબક્કે આભાર માન્યો હતો. મંત્રીશ્રીએ પીડીલાઈટ ઈન્ડ્રસ્ટીઝ લિ.એ 2 એમ્બ્યુલન્સ માટે સીએસઆર ફંડમાંથી રૂ. 32 લાખ આપ્યા હોવાથી તેમનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, એમ્બ્યુલન્સની જરૂરીયાત કેટલી મહત્વની છે તે આપણે કોરોનાકાળમાં પડેલી મુશ્કેલી અને અનુભવ પરથી જાણી શકયા છે.
જિલ્લા વિકાસ અધિકારી ગુરવાનીએ જણાવ્યું કે, વિવિધ યોજના હેઠળ ગ્રાંટમાંથી 23 એમ્બ્યુલન્સ ખરીદવાનું કાર્ય પાર પાડ્યું છે. જેમાંથી આજરોજ 18 એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું છે. બાકી રહેલી 5 એમ્બ્યુલન્સની ડિલિવરી જિલ્લાને ટૂંક સમયમાં મળશે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
