ખારીકટ-ફતેવાડી યોજનાના ૩પ,000 હેક્ટર પિયત વિસ્તારને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે
September 01, 2022
ગાંધીનગરઃ રાજ્યના ૧૧૧ ગામોના છ હજારથી વધુ ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તે માટે કૃષિ હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલા આ નિર્ણય અનુસાર ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે. ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની તકલીફ ભોગવતો હતો. એટલું જ નહીં ,અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ આ ૧૧૧ ગામોના અંદાજે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલના આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે ૧૧૧ ગામોના ૬ હજારથી વધુ ખેડૂતોને પણ સિંચાઇ માટે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોના અન્ય ખેડૂતોને જે રીતે નિર્ધારીત પાણી મળે છે તે જ રીતે નર્મદા જળ મળતું થશે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
