અમદાવાદમાં રૂા. ૯૬ કરોડથી વધુ રકમનાં કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
September 02, 2022
અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકામાં સેન્ટ્રલ ઓફિસ, પબ્લિસિટી, રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ અને હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના કામોને આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી હતી.
અ.મ્યુ. કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવને ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ તરીકે ઉજવવા તથા “ઇકોફ્રેન્ડલી ગણેશોત્સવ- પ્રોત્સાહન સ્પર્ધા” અન્વયે નિયત કરેલી માર્કિંગ સિસ્ટમ મુજબ નિયત કરેલ નિર્ણાયક કમિટી દ્વારા ઝોનવાઇઝ પ્રથમ નંબરે આવેલા વિજેતાઓને “લોકમાન્ય તિલક ટ્રોફી” તેમજ અન્ય પ્રોત્સાહક ઇનામો આપવાના કામને મંજૂરી આપવામાં આવી.
રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલાં કામો પૈકી દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, મધ્ય, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડોમાં રોડ માઈક્રોસરફેસીંગ કરવા, મ્યુ. પ્લોટોમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા, દિશાસૂચક તથા સોસાયટીના સાઈન બોર્ડ લગાવવા, આર.સી.સી. રોડ બનાવવા, રોડ ગ્રાઉટીંગ લેવલે પાકા કરવા, થર્મોપ્લાસ્ટીક પેઇન્ટ, કેટ-આઈ, બોલાર્ડ, ઈનેમલ પેઈન્ટ સી.આર. બેઇઝને લગતી કામગીરી કરવા, વસ્ત્રાલ વોર્ડમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાના કામમાં ઈલેક્ટ્રિકલ, ઈ.એલ.વી.ની એસ.આઈ.ટી.સી. ની ઓપરેશન અને મેઇન્ટેન્સનનું કામ, લાલુભાઈ મોતીલાલ રેફરલ હોસ્પિટલના રીપેરીંગ અને રીસ્ટોરેશનનું કામ, પેવર બ્લોક નાંખવાનું કામ તેમજ પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં શેલ્ટર હોમ બનાવવાના કામ માટે કુલ રૂા. ૭૫ કરોડથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
વધુમાં, રોડ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્તર ઝોનમાં ત્રિકમલાલ ચારરસ્તાથી સુહાના ચારરસ્તા, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગુરુકુલથી તિર્થનગર સોસાયટી સુધી તથા સ્ટર્લિંહ હોસ્પિટલ અને મહારાજ અગર્સેન સ્કુલવાળો રસ્તો તેમજ દક્ષિણ ઝોનમાં આલોક સોસાયટી થી સિદ્ધ બંગલા સુધીના ટી.પી. રોડને પ્રાયોગિક ધોરણે નવી વ્હાઈટ ટોપિંંગ પદ્ધતિથી કોન્ક્રીટ રોડ તરીકે બનાવવા માટે રૂા. ૨૦ કરોડથી વધુના કામને મંજુરી આપવામાં આવી.
હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા રજૂ થયેલા દક્ષિણ ઝોનના જુદા જુદા વોર્ડમાં આવેલા કોમ્યુનીટી ટોઇલેટ, યુરીનલની આદર્શ સફાઇ જેવી જાહેર આરોગ્યને લગતી કામગીરી કરાવવા માટે ન્યુસન્સ ટ્રેકટર ટેન્કર અને રીક્ષા માઉન્ટેડ ટેન્કર સાથે જરૂરી સાધનો તેમજ મજુરો સાથેના બે વર્ષની મુદત માટે રૂા. ૯૦ લાખની મર્યાદામાં ખર્ચ કરવાના કામને મંજુરી આપવામાં આવી.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
