રાજકોટમાં એક “દુકાન માલિકને” કેજરીવાલે “બેરોજગાર ગેરન્ટી કાર્ડ” આપ્યું
September 04, 2022
રાજકોટઃ કેજરીવાલનો કારોબાર કઈ હદે જૂઠાણાં, બનાવટ અને છેતરપિંડી ઉપર ચાલે છે તેનું વધુ એક પ્રમાણ રાજકોટમાં જોવા મળ્યું. કેજરીવાલે એક દુકાન માલિકને બેરોજગાર ગેરન્ટી કાર્ડ આપીને રાજ્યના ભોળા લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો છે.
દિલ્હી કે પંજાબમાં કોઇપણ પ્રકારની નક્કર વિકાસલક્ષી યોજનાઓ આપી નહીં શકનાર દર અઠવાડિયે ગુજરાત આવીને સમાજના અલગ અલગ જૂથ માટે મફતની યોજનાઓની જાહેરાત કરે છે.
કેજરીવાલની આવી એક હવા-હવાઈ જાહેરાત ગુજરાતના બેરોજગારોને દર મહિને રૂપિયા 3000નું બેરોજગારી ભથ્થું આપવાની છે. કેજરીવાલની આવી મોં-માથાં વિનાની યોજનાઓ માત્ર જાહેરાતથી અટકતી નથી, પરંતુ એ માટે કહેવાતા ગેરન્ટી કાર્ડ તૈયાર કરવામાં આવે છે અને એ ગેરન્ટી કાર્ડ વહેંચવા માટે નકલી લોકો પણ ઊભા કરવામાં આવે છે.
આવો જ એક કિસ્સો ગઇકાલે રાજકોટમાં બન્યો. કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત “આઠ-દસ લોકોના જંગી સમૂહ” સાથે ઘરે ઘરે સંપર્કમાં નીકળેલા કેજરીવાલે એક જગ્યાએ એક યુવાનને બેરોજગાર ગેરન્ટી કાર્ડ આપ્યું. ત્યારબાદ મીડિયાએ એ યુવાનનો સંપર્ક કરીને બેરોજગાર ગેરન્ટી કાર્ડ વિશે વાત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં યુવાને પોતાનું નામ ભરત વાળા હોવાનું કહ્યું હતું.
टिकटोकर के पकड़े जाने के बाद एक और नक़ली बेरोज़गार pic.twitter.com/zKab6UfTED
— Political Kida (@PoliticalKida) September 4, 2022
રાજકોટના ઘણા લોકો આ ભરત વાળાને ઓળખે છે કેમ કે તે એક વેપારી છે. ભરત વાળા દુકાન માલિક છે અને છતાં બેરોજગાર ગેરન્ટી કાર્ડની આપ-લેના “કાર્યક્રમ”માં જોડાયા તેને કારણે તે પોતે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયા એટલું જ નહીં પરંતુ રાજકોટવાસીઓ સહિત સમગ્ર દેશવાસીઓને કેજરીવાલના નકલી પ્રચારનું વધુ એક પ્રમાણ મળ્યું.
યાદ રહે, ગયા મહિને 17મી ઑગસ્ટે ભૂજમાં એક હોટેલમાં રૂમમાં યોજાયેલી કેજરીવાલની સભામાં શાહબાઝ ખાન નામના એક યુવકે ભાજપ અને ગુજરાત સરકાર વિરુદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. તેનો એ નકલી આક્રોશ તત્કાળ મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પરંતુ થોડા કલાકમાં શાગબાઝ ખાનની હકીકત પણ દેશની સામે આવી ગઈ હતી. એ શાહબાઝ કોઈ હોટેલમાં ટ્રેઇની તરીકે કામગીરી કરતો હતો એટલું જ નહીં પરંતુ ટીકટૉક સ્ટાર તરીકે વૈભવી જીવન પણ ગુજારે છે અને છતાં તેણે કેજરીવાલની સ્ક્રિપ્ટ મુજબ એક્ટિંગ કરીને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
