ત્રણ રેલવે ઓવરબ્રિજ સહિત અમદાવાદમાં રૂા. ૩૫૯ કરોડના વિકાસ કામોને AMCની મંજૂરી

ત્રણ રેલવે ઓવરબ્રિજ સહિત અમદાવાદમાં રૂા. ૩૫૯ કરોડના વિકાસ કામોને AMCની મંજૂરી

અમદાવાદઃ  આજે મળેલી અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં પબ્લિસિટી, સેન્ટ્રલ વર્કશોપ તેમજ રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરીટેજ, હોસ્પિટલ, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ અને રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના કામોને મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં દક્ષિણ-પશ્ચિમઝોનમાં અમદાવાદ બોટાદ રેલ્વે લાઇન લેવલ ક્રોસીંગ નં.૨૧ ઉપર વસ્ત્રાપુર સ્ટેશન પાસે વેજલપુરથી આનંદનગર કનેક્ટ થતા રસ્તા ઉપર થ્રી લેન રેલ્વે ઓવર બ્રીજ બનાવવા, અમદાવાદ બોટાદ રેલ્વે લાઈન લેવલ ક્રોસીંગ નં.૨૪ ઉપર ટોરેન્ટ પાવર મકરબાથી કોર્પોરેટ રોડ/એસ.જી.હાઇવે કનેક્ટ થતા રસ્તા ઉપર ફોર લેન રેલ્વે ઓવર બ્રીજ બનાવવા તેમજ ઉત્તર-પશ્ચિમઝોનમાં અમદાવાદ વિરમગામ રેલ્વે લાઈન લેવલ ક્રોસીંગ નં.૧૧બી ઉપર હેબતપુર ગામ પાસે થલતેજથી હેબતપુર ગામ – એસ.પી. રીંગ રોડ/સાયન્સ સીટી રોડ ઉપર ફોર લેન રેલ્વે ઓવર બ્રીજ બનાવવા માટે કુલ રૂા. ૨૨૧૫૪ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

તાકીદના કામ તરીકે રજૂ થયેલી દરખાસ્ત- પરમ પાવનકારી નવરાત્રીના તહેવાર પ્રસંગે અ.મ્યુ. કોર્પોરેશન દ્વારા “મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૨” નું આયોજન શ્રી ભદ્રકાળી માતાજીના મંદિર સામેના ચોક ખાતે યોજવાના કામને મંજુરી આપવામાં આવી.

અ.મ્યુ. કોર્પોરેશનના સેન્ટ્રલ વર્કશોપ ખાતા દ્વારા રજૂ થયેલાં કામો પૈકી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ માટે સાધનો ખરીદવાનો સમાવેશ થાય છે. આ માટેની કુલ રૂા. ૯૩૩ લાખથી વધુના કામોની દરખાસ્તને મંજુરી આપવામાં આવી.

હોસ્પિટલ કમિટી દ્વારા રજૂ થયેલાં કામ પૈકી શેઠ લ.ગો.જનરલ હોસ્પીટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓમાં PT, APTT, FIBRINOGEN અને D-DIMER જેવા ટેસ્ટોની સવલત ઉભી થઇ શકે તે હેતુસર પેથોલોજી વિભાગની જરૂરીયાતો માટેના કામને મંજુરી આપવામાં આવી.

ઉપરાંત, સરખેજ વોર્ડમાં મકરબા ખાતે સ્વીમીંગ પુલ, વીથ બેબી સ્વીમીંગ પુલ લેડીઝ/જેન્ટસ શાવર, ચેન્જીંગ રૂમ, લોકર, ટોઇલેટ, ઇન્સ્ટ્રક્ટર અને ઈન્કવાયરી/રજીસ્ટ્રેશન ઓફિસ તથા સ્પોર્ટસને લગતી અન્ય એક્ટીવીટી કરવા તથા જીમ્નેશીયમ બનાવવા, જોધપુર વોર્ડમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસેના પ્લોટમાં કોમ્યુનિટી હોલ બનાવવા, મક્તમપુરા વોર્ડમાં કોમ્યુનીટી હોલ તથા પાર્ટી પ્લોટ બનાવવા માટે કુલ રૂા. ૩૦૩૫ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી મારફતે રજૂ થયેલી અમદાવાદ શહેરનાં જુદા જુદા રસ્તાઓના ગાર્ડન /ઓક્સિજન પાર્ક, ટ્રાફિક સર્કલ/ આઇલેન્ડ, સેન્ટ્રલ વર્જ તેમજ ગ્રીન પેચ પીપીપી મોડલ પર સ્વખર્ચે ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સ માટે જુદી જુદી સંસ્થાઓને ચોક્કસ સમય માટે ફાળવવાના કામને મંજુરી આપવામાં આવી.

પબ્લિસિટી ખાતા દ્વારા રજૂ થયેલી વિવિધ કામગીરી માટેની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં તા.૨૭.૦૯.૨૦૨૨ થી તા.૧૦.૧૦.૨૦૨૨ સુધી ગુજરાતમાં આયોજીત ૩૬મી નેશનલ ગેમ્સના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતેથી શુભારંભ કાર્યક્રમના સુચારૂ આયોજન ઉપરાંત કામગીરી તેમજ ૩૬મી નેશનલ ગેમ્સના પુરોગામી કાર્યક્રમના ભાગરૂપે તા.૧૫.૦૯.૨૦૨૨ થી તા.૧૮.૦૯.૨૦૨૨ સુધી અમદાવાદ શહેરમાં આયોજીત સ્પોર્ટસ કાર્નિવલના કાર્યક્રમ અન્વયે શહેરીજનોમાં વિશિષ્ટ પ્રકારનું એમ્બીયન્સ પેદા થાય તે હેતુસર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, ખાણી-પીણીના સ્ટોલ, મેસ્કોટ સેલ્ફી પોઇન્ટ, રમત-ગમતને લગતી પ્રવૃતિઓ તેમજ કાર્યક્રમને લગતી અન્ય આનુષાંગિક કામગીરીનો સમાવેશ થાય છે.

વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલાં કામો પૈકી દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ઝોનના જુદા જુદા વોર્ડોમાં જુદા જુદા ટી.પી. રોડ પર તેમજ જુદી જુદી અન્ય જરૂરી જગ્યાએ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાંખવા / અપગ્રેડેશન કરવા તથા નવી કેચપીટ બનાવવા, મશીનહોલ ઉપરના બ્રેક ડાઉન રીપેર કરવા, ડ્રેનેજ લાઇનને સી.સી.ટી.વી. મેથડથી ડીસીલ્ટીંગ કરવા, અમરાઈવાડી ડ્રેનેજ પંપીંગ સ્ટેશનને નવું બનાવવાની કામગીરીનો, બાગેફીરદોશના ફાઇનલ પ્લોટ નં. ૧૩૮ વાળા પ્લોટમાં ૧૫ લાખ લીટરની ભુગર્ભ ટાંકી તથા ૧૫ લાખ લીટર ક્ષમતાની ૧૮ મીટર સ્ટેજીંગ હાઇટની ઓવરહેડ ટાંકી બનાવવા માટે કુલ રૂા. ૪૦૩૫ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી છે.

રોડઝ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટી દ્વારા રજૂ થયેલાં કામો પૈકી પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ, ઉત્તર, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડોમાં મ્યુ. શાળાઓમાં તથા અન્ય બિલ્ડીંગોમાં જરુરી રીપેરીંગ/રીનોવેશન મેઇન્ટેનન્સ કરવા, સીનીયર સીટીઝન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક તેમજ પ્લે-ગ્રાઉન્ડ બનાવવા, જુદા જુદા રસ્તાઓ રીસરફેસ કરવા, ફૂટપાથ બનાવવા/રીપેર કરવા તથા ઇન્ટરલોકીંગ પેવર બ્લોક નાંખવા, રોડ સબબેઝ લેવલે બનાવવા, સરખેજ વોર્ડમાં આવેલા શકરી તળાવ તથા તળાવની ફરતે આવેલા સરકારી પ્લોટમાં ફેઝ-૨ અંતર્ગત ડેવલોપ કરવાના કામ સહિત કુલ રૂા. ૫૬૮૭ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

દેશ ગુજરાત