અમદાવાદની એ.એમ.સી. મેટ મેડિકલ કૉલેજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવાનો નિર્ણય
September 15, 2022
અમદાવાદઃ શહેરની એક મેડિકલ કૉલેજ એ.એમ.સી. મેટ મેડિકલ કૉલેજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રજૂ થયેલા એ.એમ.સી. મેટ મેડિકલ કોલેજને “નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ” નામાભિધાન કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
અ.મ્યુ. કોર્પોરેશન સંચાલિત શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલમાં દર્દીઓના ઉત્તરોત્તર વધારાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં આવતા દર્દીઓને સઘન સારવાર મળી રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે તે સમયે મેડિકલ કોલેજની સ્થાપનાનો આવકારદાય વિચાર તથા તેમની દીર્ઘદ્રષ્ટિને ધ્યાને લેતાં અ.મ્યુ. કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એ.એમ.સી. મેટ મેડિકલ કોલેજની વર્ષ ૨૦૦૯માં તેઓના વરદ્હસ્તે સ્થાપના કરવામાં આવેલી હતી.
વર્ષ ૨૦૦૯માં વાર્ષિક ૧૫૦ એમ.બી.બી.એસ. સીટોથી શરૂ થયેલી એ.એમ.સી. મેટ મેડિકલ કોલેજમાં હાલમાં વર્ષ ૨૦૨૨માં કુલ ૨૦૦ એમ.બી.બી.એસ. વિદ્યાર્થીઓ તથા ૧૭૦ એમ.ડી./એમ.એસ. વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે, જેનો સીધો લાભ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓને મળી રહે છે. આ મેડિકલ કોલેજની સ્થાપનાનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને રાજ્ય બહાર મેડિકલના અભ્યાસ માટે જવું ન પડે તેવા ઉમદા વિચાર, દૂરંદેશી, દીર્ઘદ્રષ્ટિ તથા તે માટેના અથાગ પરિશ્રમ ને જાય છે.
દેશ ગુજરાત
Recent Stories
- Bharat SemiTech Eyes ₹1,000 Crore Semiconductor Equipment Plant in Sanand
- Gujarat Govt to Disburse ₹7.14 Crore Pending Sugarcane Dues to Vyara Farmers Before Diwali
- Western Railway to Develop New Gati Shakti Cargo Terminal at Khakhrechi in Gujarat
- Western Railway Announces Two Special Trains from Ahmedabad to Bihar
- 101 New GSRTC Buses Flagged Off from Gandhinagar Ahead of Diwali
- GMRC Revises Ahmedabad - Gandhinagar Metro Timings for Diwali
