પાર્ટીપ્લોટના ગેરકાયદે બાંધકામને બચાવવા આપના કાર્યકરો જેસીબી સામે બેસી ગયા
September 24, 2022
વડોદરાઃ વડોદરામાં બે પાર્ટી પ્લોટનો વિવાદ ચગ્યો છે. આ સ્થળે થોડા દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલે સભા કરી ત્યારે સૌના ધ્યાનમાં આવ્યું કે એ પાર્ટી પ્લોટમાં ઘણું બાંધકામ ગેરકાયદે છે.
શહેરમાં પ્રિત પાર્ટી પ્લોટ અને પ્રસંગ પાર્ટી પ્લોટ એક જ માલિકના છે અને તેમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાથી, પાર્કિંગના સ્થાને ગાર્ડન બનાવીને એ જગ્યા પ્રસંગો માટે આપવામાં આવતી હોવાથી મ્યુનિસિપલ સત્તાવાળાઓએ તે દૂર કરવા નોટિસ મોકલી હતી. કોર્પોરેશનની નોટિસ મળ્યા બાદ બંને પાર્ટી પ્લોટના માલિકે સત્તાવાળાઓને ખાતરી આપી હતી કે પોતે એ તમામ ગેરકાયદે નિર્માણ તોડી નાખશે. પરંતુ આજ સુધી માલિકે એ ન તોડતાં કોર્પોરેશનની ટીમ આજે શનિવારે બુલ્ડોઝર સાથે પહોંચી હતી. પરંતુ સત્તાવાળાઓને તેમનું કામ કરવા દેવાને બદલે આપના કાર્યકરો જેસીબીની સામે બેસી ગયા હતા.
આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે, કેજરીવાલે આ જગ્યાએ સભાનું આયોજન કર્યું તેથી સત્તાવાળાઓ દ્વારા કિન્નાખોરી રાખીને પાર્ટી પ્લોટને નોટિસ આપી છે અને તેનું ગેરકાયદે બાંધકામ તોડવા માગે છે.
જોકે, અગત્યની વાત એ છે કે, પાર્ટી પ્લોટના માલિકે પોતે કોર્પોરેશનને લેખિત આપ્યું છે કે અમારા પ્લોટમાં જે કોઈ ગેરકાયદે બાંધકામ હશે તેને અમે જાતે તોડી પાડીશું અને જો એમ કરવામાં નિષ્ફળ જઇએ તો કોર્પોરેશનના સત્તાવાળાને યોગ્ય પગલાં લેવાની છૂટ છે.
આ અંગે પત્રકારોએ વડોદરાના મેયરને પૂછતા તેમણે કહ્યું કે આપ જાણો જ છો કે વડોદરા મ્યુનિસિપોલ કોર્પોરેશનની દબાણ હટાવો ઝૂંબેશ પાછલા કેટલાય દિવસોથી ચાલુ જ છે અને તે જ ક્રમમાં આ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
