ગરબામાં પથ્થરમારા દરમિયાન જેમને પથ્થર વાગ્યા છે એમના માનવઅધિકારનું શું: હર્ષ સંઘવી
October 07, 2022
ગાંધીનગરઃ માતર તાલુકામાં તાજેતરમાં ગરબા ઉપર પથ્થરમારાની ઘટના અને ત્યારબાદ પોલીસે લીધેલાં પગલાંએ વિવાદ જગાવ્યો છે. ગરબા ઉપર પથ્થરમારો કરનાર મુસ્લિમોના ટોળામાંથી પકડાયેલા અમુક આરોપીઓને પોલીસે જાહેરમાં દંડા મારતા માનવ અધિકારવાદીઓ હોબાળો મચાવી રહ્યા છે ત્યારે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ શાહે જણાવ્યું છે કે, પથ્થરમારો કરનારા લોકોના માનવ અધિકારની વાતો કરવામાં આવે છે પરંતુ જે લોકોને પથ્થર વાગ્યા છે તેમના માનવ અધિકારનું શું?
Is human right only for those who pelt stones ?Those small kids, those women who were hit by stones have no human right ?Can't people play Garba in chawk?If some people dislike it, do they have right to pelt stones? Those hit by stones don't have human right? : MoS Harsh Sanghavi pic.twitter.com/1Y2mXHhiki
— DeshGujarat (@DeshGujarat) October 7, 2022
તેમને મીડિયા દ્વારા એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, આજકાલ અમુક હ્યુમન રાઇટ્સવાળા ખૂબ જાગી ગયા છે. મને એ નથી સમજાતું કે માનવતા માત્ર પથ્થર મારનારા લોકો માટે જ હોય ખરી? ને નાનાં નાનાં બાળકો, જે મહિલાઓ – જેના માથા ઉપર પથ્થર વાગ્યા હોય શું એમનો કોઈ માનવ અધિકાર છે જ નહીં? શું આપણે આપણા ગામમાં ચૉકમાં ગરબા ન રમી શકીએ? અને તમને ના ગમે એટલે શું કોઇને પથ્થરો મારવાનો હક આપી દેવાય ખરો? અને એ પથ્થર મારવાવાળા લોકોનો કોઈ ધર્મ હોય છે ખરો? જેમણે પથ્થર ખાધા છે તેમનો માનવ અધિકાર પણ હોવો જ જોઇએ. તો દર વખતે પથ્થર મારવાવાળા લોકોના જ માનવ અધિકારની વાત કેમ આવે છે, એ વિચારવાનો સમય આવી ગયો છે. હું યુવાનોને વિનંતી કરું છું કે આ પ્રકારનાં કૃત્યો કરનારને જવાબ તમામ લોકોએ આપવો જોઇએ.
Sanghavi was addressing youths at Gujarat University today. He was apparently speaking in reference to the women & children attacked in Undhela village of Kheda district while playing Garba. Video of police canning the accused had gone viral, followed by uproar over human rights pic.twitter.com/oVgCIDLsCJ
— DeshGujarat (@DeshGujarat) October 7, 2022
ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, આ વર્ષે લોકો દિલ દઇને ગરબા રમ્યા છે. મોડે સુધી રમ્યા છે અને આગામી વર્ષોમાં પણ રમશો. તેમણે જણાવ્યું કે, લોકો ગરબા રમીને નીકળ્યા પછી તમામ લોકો નાના નાના લારીવાળાને જે ધંધો-રોજગાર મળ્યો છે તેનાથી ગુજરાતના નાના અને મધ્યમ વર્ગના લોકોને ત્યાં નવરાત્રિમાં દિવાળી લાવવાનું કામ થયું છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
