ચૂંટણી લડવાના, ફોનનું બીલ ભરવાના પૈસા નથી એમ કહેતા કેજરીવાલના ગુજરાતમાં પ્રાઇવેટ પ્લેનમાં ઉડાઉડના વિડિયો વાયરલ
October 09, 2022
નવી દિલ્હીઃ રવિવારે વલસાડમાં સભાને સંબોધવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટમાં સુરત પહોંચીને તરત ત્યાંથી જ હેલિકૉપ્ટરમાં રવાના થયેલા કેજરીવાલના તેમની નાણાકીય સ્થિતિ અંગેના તેમજ અન્ય પક્ષના નેતાઓના હિસાબ માગતા વીડિયો આજે વાયરલ થયા છે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિજય પટેલ દ્વારા કેજરીવાલના આજના ચાર્ટર્ડ ફ્લાઇટના વીડિયોની સાથે તેમનો એક જૂનો વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં કેજરીવાલ અન્ય પક્ષના નેતા ઉપર પ્રશ્નની ઝડી વરસાવી રહ્યા છે. એ જૂના વીડિયોમાં તે કહેતા સંભળાય છે કે, એક મુદ્દો છે- તમે ખાનગી હેલિકૉપ્ટર અને ખાનગી વિમાનોમાં ફરો છો, તમારી પાસે કેટલા વિમાન છે અને કેટલા હેલિકૉપ્ટર છે – એ કોના છે. તમે એ નાણા ખર્ચીને લીધા છે કે તેમણે તમને મફતમાં આપ્યા છે. અને તમારી વિમાન મુસાફરીઓ પર કેટલો ખર્ચ થાય છે.
આ ઉપરાંત કેજરીવાલ ગુજરાતમાં તેમની એક સભામાં એવું કહેતા સાંભળી શકાય છે કે, અમારી પાસે ચૂંટણી લડવાના પૈસા જ નથી.
અહીં એ યાદ કરવું પણ જરૂરી છે કે હજુ થોડા દિવસ પહેલાં જ ગુજરાત આવેલા પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને તેમના પોતાના અને કેજરીવાલના ફોનમાં બેલેન્સ નથી હોતું એવા પ્રકારનું નિવેદન કર્યું હતું. માને કહ્યું હતું કે, મેં કેજરીવાલને ફોન લગાવ્યો ત્યારે ફોન સામેથી કટ થઈ ગયો. મેં ફરી લગાવ્યો ત્યારે મને મેસેજ સાંભળવા મળ્યો કે બેલેન્સ ઘટી ગયું છે. પછી કેજરીવાલ સાથે અન્ય ફોન પર વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે મારા ફોનમાં તો બેલેન્સ જ નથી. અને ત્યારે પણ સોશિયલ મીડિયાએ આ બાબતો પકડી પાડીને કેજરીવાલનો લેટેસ્ટ આઈફોન સાથેનો ફોટો વાયરલ કર્યો હતો. (https://deshgujarat.com/2022/10/03/bhagwant-mann-becomes-subject-of-mockery-over-mobile-recharge/
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
