ચૂંટણી લડવાના, ફોનનું બીલ ભરવાના પૈસા નથી એમ કહેતા કેજરીવાલના ગુજરાતમાં પ્રાઇવેટ પ્લેનમાં ઉડાઉડના વિડિયો વાયરલ
October 09, 2022
ચૂંટણી લડવાના, ફોનનું બીલ ભરવાના પૈસા નથી એમ કહેતા રહેતા કેજરીવાલના ગુજરાતમાં પ્રાઇવેટ પ્લેન અને હેલિકોપ્ટરમાં ઉડાઉડના વિડિયો વાયરલ નેટીઝન્સે કહ્યું અવ્વલ ક્રમાંકનો દંભી https://t.co/PFvjxgJe2t pic.twitter.com/FJdMeyOXTA
— દેશગુજરાત ગુજરાતી (@DeshGujaratG) October 9, 2022
નવી દિલ્હીઃ રવિવારે વલસાડમાં સભાને સંબોધવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટમાં સુરત પહોંચીને તરત ત્યાંથી જ હેલિકૉપ્ટરમાં રવાના થયેલા કેજરીવાલનો આ રીતે ઉડન ખટોલા બદલવાનો અને તેમાં ઉડાઉડ કરવાનો વિડિયો વાયરલ થયો છે. આ સાથે જ કેજરીવાલ પોતે ખરાબ નાણાકીય સ્થિતિમાં હોય તેવા દાવા કરે છે તે અંગેના તેમજ ભૂતકાળમાં તેઓ અન્ય પક્ષના નેતાઓના હવાઇ પ્રચારનો હિસાબ માગતા હોય તેનો વીડિયો પણ આજે વાયરલ થયો છે. આખી વાતમાં મૂળ તો લોકો કેજરીવાલના દંભ પર ફટકાર લગાવી રહ્યા છે કારણકે કેજરીવાલ તાજેતરની ગુજરાતની સભાઓમાં પણ પોતે ગરીબ હોવાનું અને પોતાના પક્ષ પાસે પૈસા ન હોવાનું સતત કહી રહ્યા છે.
दिखावे के लिए ऑटो पकड़ने, प्राइवेट जेट में आता है केजरीवाल pic.twitter.com/2vEGaRm9OO
— Political Kida (@PoliticalKida) October 9, 2022
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિજય પટેલ દ્વારા કેજરીવાલના આજના ચાર્ટર્ડ ફ્લાઇટના વીડિયોની સાથે તેમનો એક જૂનો વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં કેજરીવાલ અન્ય પક્ષના નેતા ઉપર પ્રશ્નની ઝડી વરસાવી રહ્યા છે. એ જૂના વીડિયોમાં કેજરીવાલ અન્ય રાજકારણીઓ સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે – તમે ખાનગી હેલિકૉપ્ટર અને ખાનગી વિમાનોમાં ફરો છો…… તમારી વિમાન મુસાફરીઓ પર કેટલો ખર્ચ થાય છે?
હવે કેજરીવાલ પોતે જ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં ખાનગી વિમાન અને હેલિકોપ્ટરમાં ઉડાઉડ કરે છે.
AAP की नौटंकी
On Camera – ऑटो
Off Camera – निजी विमान pic.twitter.com/ndEnqXiw6g— Social Tamasha (@SocialTamasha) October 9, 2022
કેજરીવાલ ગુજરાતમાં તેમની સભામાં એવું કહેતા સાંભળી શકાય છે કે, અમારી પાસે ચૂંટણી લડવાના પૈસા જ નથી પરંતુ તાજ હોટેલમાં ઉતારાથી માંડીને ખાનગી વિમાન અને હેલિકોપ્ટરમાં ઉડાઉડ, ગામભરની રિક્ષાઓ પાછળ જાહેરખબરો આ બધું બતાવે છે કે ન તો કેજરીવાલ ગરીબ છે ન જ તેમનો પક્ષ.
Still, few people believe that this person came into politics to fight against corruption!
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 9, 2022
અહીં એ યાદ કરવું પણ જરૂરી છે કે હજુ થોડા દિવસ પહેલાં જ ગુજરાત આવેલા પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને તેમના પોતાના અને કેજરીવાલના ફોનમાં બેલેન્સ નથી હોતું એવા પ્રકારનું નિવેદન કર્યું હતું. માને કહ્યું હતું કે, મેં કેજરીવાલને ફોન લગાવ્યો ત્યારે ફોન સામેથી કટ થઈ ગયો. મેં ફરી લગાવ્યો ત્યારે મને મેસેજ સાંભળવા મળ્યો કે બેલેન્સ ઘટી ગયું છે. પછી કેજરીવાલ સાથે અન્ય ફોન પર વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે મારા ફોનમાં તો બેલેન્સ જ નથી. અને ત્યારે પણ સોશિયલ મીડિયાએ આ બાબતો પકડી પાડીને કેજરીવાલનો લેટેસ્ટ આઈફોન સાથેનો ફોટો વાયરલ કર્યો હતો. (https://deshgujarat.com/2022/10/03/bhagwant-mann-becomes-subject-of-mockery-over-mobile-recharge/
નેટીઝન્સે એ વખતે પણ ધ્યાન દોર્યું હતું કે કેજરીવાલના આઇફોનનું બીલ દિલ્હીની સરકાર ભરે છે.
AAP का दिखावा Vs असलियत pic.twitter.com/wM5sGIcwjo
— Social Tamasha (@SocialTamasha) October 9, 2022
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
