આમ આદમી પાર્ટી શાસિત પંજાબમાં હવે ધારાસભ્યોના વેતન પણ અટક્યા

આમ આદમી પાર્ટી શાસિત પંજાબમાં હવે ધારાસભ્યોના વેતન પણ અટક્યા

ચંડીગઢઃ  પંજાબમાં હવે આ મહિને ધારાસભ્યોએ વેતન વિના રહેવું પડ્યું છે. ભગવંત માનની આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં ગયા મહિને રાજ્ય સરકારના કર્મચારોના વેતન છેક આઠમી તારીખ સુધી આપી શકી નહોતી. ગયા મહિને પંજાબ સરકારના કર્મચારીઓએ દેખાવો કર્યા અને અને મીડિયામાં ભારે હોબાળો થયા બાદ સરકારી કર્મચારીઓના વેતન થયા હતા.

હવે આ મહિને 12મી તારીખ થઈ ગઈ હોવા છતાં ધારાસભ્યો વેતનનની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે પંજાબમાં પાંચમી તારીખે ધારાસભ્યોને વેતન કરવામાં આવે છે પરંતુ આ મહિને હજુ સુધી વેતન નહીં થતા પંજાબના ધારાસભ્યો દુઃખી છે.

વેતન વિના રઝળી ગયેલા પંજાબના ધારાસભ્યોની મુશ્કેલી એ છે ધારાસભ્ય તરીકે તેઓ આ મુદ્દે જાહેરમાં પણ બોલી શકતા નથી. (https://www.jagran.com/news/now-mlas-are-also-waiting-for-salary-in-punjab-23133137.html )

આમ આદમી પાર્ટીના શાસનવાળા પંજાબના ધારાસભ્યો પોતાની ઓળખ જાહેર નહીં કરવાની શરતે કહી રહ્યા છે કે, અમે આ મુદ્દો જાહેરમાં ઉપાડીએ તો પણ અમારી ટીકા થાય અને નથી ઉપાડતા તો અમે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ.

કોંગ્રેસના એક ભૂતપૂર્વ મંત્રીએ કહ્યું કે, ગયા મહિને સરકારી કર્મચારીઓનું વેતન છેક સાતમી તારીખ સુધી ચૂકવી શકાયું નહોતું. (https://deshgujarat.com/2022/09/07/punjab-govt-has-no-money-to-pay-salaries-to-employees-the-revdi-model/ )

પંજાબ વિધાનસભામાં 117 ધારાસભ્યો છે અને એક ધારાસભ્યનું માસિક વેતન રૂપિયા 84,354 છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ આ વાતે નારાજ છે. તેમનું કહેવું છે કે અમે તો કશું જ બોલી શકીએ એવી સ્થિતિમાં નથી- નથી વેતન માગી શકતા અને નથી તેના વિના ચાલે એમ. બસ રાહ જોઈ રહ્યા છીએ.

દેશ ગુજરાત