અમદાવાદમાં બલમ પઠાણ ગેંગનું ગેરકાયદે સામ્રાજ્ય બુલડોઝરથી ધ્વસ્ત
October 15, 2022
અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં ગેરકાયદે સામ્રાજ્ય જમાવીને ગુંડાગીરી કરનાર હમજા ગેંગના ક્રિમિનલ કારનામાઓ ઉપર છેવટે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. શહેરમાં બલમ અને હમજા ગેંગના છ જણાની સંપત્તિને ધ્વસ્ત કરી દેવામાં આવી છે કેમ કે આ તમામ મિલકતો સરકારી જમીન ઉપર ઊભી કરી દેવામાં આવી હતી.
અહેવાલો અનુસાર હમજા પઠાણની કરોડો રૂપિયાની ગેરકાયદે મિલકતો તોડી પાડવામાં આવી છે.
હમજાખાન પઠાણ, બલમખાન પઠાણ, શરીફ ખાન પઠાણ, અજીમલ ખાન પઠાણ, ગુલબાઝ ખાન પઠાણ, મજહર ખાન પઠાણની ટોળકી સામે હત્યાનો પ્રયાસ, ખંડણી, ગેરકાયદે શસ્ત્રો સહિત 40થી વધારે કેસ નોંધાયેલા છે.
More illegal properties of criminals bulldozed in Ahmedabad https://t.co/ggotjyAOyX pic.twitter.com/Fo94jU6COP
— DeshGujarat (@DeshGujarat) October 14, 2022
પોલીસે આપેલી માહિતી અનુસાર આ ગુંડાટોળકી મ્યુનિસિપલ લેબર ક્વાર્ટ્સમાં રહેતા લોકો ઉપર સતત દાદાગીરી અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતી હતી. આ ટોળી લોકોને ગેરકાયદે મકાનો, ગેરકાયદે દુકાનો બનાવી આપવા નાણા પડાવતી. આ ટોળકીની પ્રવૃત્તિ હમજા ટેક્સ તરીકે ઓળખાતી. આ ટોળી 2014થી વધારે સક્રિય થઈ હતી. તેના બે આરોપીઓની થોડા દિવસ પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી.
અહેવાલ અનુસાર હમજા ગેંગનો એક બંગલો, 17 દુકાનો તથા અન્ય બે મકાનો હવે સત્તાવાળાઓએ ધ્વસ્ત કરી દીધા છે. આ તમામ મિલકત લૂંટ અને વસુલીના ધંધા દ્વારા ઊભી કરવામાં આવી હતી. હમજા પઠાણ વસુલીનું રેકેટ ચલાવતો હતો. એ વિસ્તારના લોકો પાસેથી હપ્તા પણ તે ઉઘરાવતો. કોઇપણ નાના-મોટા કામ માટે સામાન્ય લોકોએ આ ગુંડાટોળી પાસે જવું પડતું અને ખંડણી ચૂકવ્યા પછી જ કામ થતું.
ગેંગનો મુખ્ય આરોપી બલમખાન પઠાણ છે, પણ તેને 18 મહિનાની જેલની સજા થયા પછી તેના છોકરા હમજાએ ગેરકાયદે કામોનો વારસો ઉપાડી લીધો હતો. હમજા 16 વર્ષની ઉંમરથી જ ક્રિમિનલ બની ગયો છે.
પોલીસે જણાવ્યું કે, આ અપરાધી ટોળકી વિરુદ્ધ વારંવાર ફરિયાદ મળતી હતી પરંતુ મામલો તપાસના તબક્કે આવે ત્યારે કાંતો ફરિયાદી અથવા સાક્ષીઓ ફરી જતા હતા અને તે કારણે અત્યાર સુધી આ ગેંગ સામે પગલાં લઈ શકાતા નહોતા. પરંતુ હવે નક્કર ફરિયાદો મળ્યા બાદ અને પૂરતી પોલીસ તપાસ બાદ ગેંગના કારનામા ખુલ્લા પડી ગયા છે પૂરતા પુરાવા મેળવ્યા બાદ ગેંગના ગેરકાયદે સામ્રાજ્યને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
