કૃષિપાકને ઢોર – વન્ય પ્રાણીઓથી બચાવવા સોલાર પાવર યુનિટ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ
ગાંધીનગરઃ ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતોને આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી રાજ્ય સરકાર ખેડૂતોને હર હંમેશ સહાયરૂપ થઈ રહી છે. એટલું જ નહીં, કુદરતી આપત્તિઓ, ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોના હિતમાં નવીન આયામોના અમલીકરણ અને સોલાર યોજના થકી ખેડૂતોને ખેતી માટે પુરતી વીજળી અને પાણી મળી રહે તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.
કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે સોલર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાયની નવીન યોજનાનો રાજ્ય વ્યાપી શુભારંભ કરાવતાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાકને રખડતાં ઢોર તેમજ વન્ય પ્રાણીઓથી રક્ષણ આપવા માટે આ નવીન યોજના શરૂ કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું કે, રાજયમાં હાલ આ માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના કાર્યરત છે જે અંતર્ગત ખેડૂતોને ક્લસ્ટરના ધોરણે લાભ મળે છે ત્યારે વધુને વધુ ખેડૂતો ને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે આ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીની વ્યકિતગત નવીન યોજના એક વિકલ્પ રૂપે શરૂ કરી છે. આ માટે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રૂ.૨૦.૦૦ કરોડની જોગવાઈ પ્રથમ વર્ષે જ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ ૧૩૦૭૦ ખેડૂત ખાતેદારોને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ખરીદ કરવા માટે કુલ ખર્ચના ૫૦% અથવા રૂપિયા૧૫,૦૦૦/- મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે.
કૃષિમંત્રીશ્રી એ ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટસની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ HDPE (High Density Poly Ethylene) માર્કવાળા પ્લાસ્ટિકના ડ્રમ (૨00 લિટર) તેમજ ૧0 લિટરના બે ટોકર(ટબ) કીટ ખરીદ કરવા માટે સહાય આપવામાં આવે છે. આ માટે ચાલુ વર્ષે રૂ ૧૪૧ કરોડની મંજૂરી મળી છે. જે હેઠળ અંદાજિત ૭.૦૦ લાખ ખેડૂત લાભાર્થીઓને કીટની ખરીદ કિમત અથવા રૂ.૨૦૦૦/- લેખે સહાય આપવામાં આવશે. આ યોજના માટે i-khedut પોર્ટલ મારફત ૧૩.૯૨ લાખ અરજી મળી છે. જેનો ડ્રો કરી દિવ્યાંગ તથા મહિલા લાભાર્થીઓને અગ્રતા ક્રમ આપી કિટ ખરીદી માટે પુર્વ મંજુરી આપવાનો આજથી શુભારંભ કરાયો છે.
કૃષિમંત્રી શ્રી એ ઉમેર્યું કે, ખેડૂતોને ગુણવતાવાળા અને વ્યાજબી કિંમતવાળા રાસાયણીક ખાતરો, ગુજરાત એગ્રો દ્વારા ઉત્પાદીત જૈવિક પ્રવાહી ખાતરો, જંતુનાશક દવાઓનુ વિતરણ, આધુનિક વૈજ્ઞાનિક ખેત પધ્ધતીની માહીતી તેમજ રાજય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનુ અમલીકરણ સઘન રીતે થાય એ માટે રાજયમાં નવા ૫૫ ઉમેદવારોને નવીન એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવાની મંજુરી આજે આપવામાં આવી છે. જે સેન્ટરો આજથી કાર્યરત થઈ જશે. હાલ રાજ્યમાં કુલ: ૧૪,૦૦ થી વધુ એગ્રી બિઝનેશ સેન્ટરો અને એગ્રી સર્વિસ સેન્ટરો કાર્યરત છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે સોલાર ફેન્સીંગ યુનિટ, ડ્રમ ટોકર યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો,એગ્રો સેન્ટરના મંજૂરી પત્રો તથા બાગાયત અધિકારી વર્ગ-૨ના અધિકારીઓને નિમણુક પત્ર આપવામાં આવ્યા હતા.
દેશ ગુજરાત
The day's top stories in your inbox at 7 am, your time. Free.
Related stories
Stray Cattle Menace: AMC to Review Performance of 19 Cattle-Catching Teams
Stray Animal Menace: Three Injured in Two Accidents in North Gujarat

Biker dies after colliding with stray cattle in Valsad
Stray Cattle Menace: Mother-Son Duo Attacked by Cow in Vadodara, CCTV Video Goes Viral (video)
તાજેતર ના લેખો
“શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની ‘વિના મૂલ્યે’ નિવાસી તાલીમ
સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર

કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન
ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ


Amit Shah Standing at RSS Anthem Song Reciting

Modi Waves Candle in Tune of Song Performance in Memory of Bhupen Hazarika

Jaishankar witnessing Piprahwa Relics associated with Bhagwan Buddha

Raksha Mantri at NDA Khadakwasla Pune

President Murmu at Wedding Reception of UP Minister Sandeep Singh

Modi - Modi Chants as PM Enters Wedding Reception

Modi at wedding 'Jai Shri Ram' chants

Why Lok Sabha and Assembly seats to Increase but not Rajya Sabha?

Modi at Wedding Reception of UP Minister Sandeep Singh

99.9% Cheered for Pakistan: Bangladesh Speaker on India-Pak Football Final

Putin Selfie With Indian ‘AI Kid’ Raul Jon Aju
