શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લઘુ મહામૃત્યુંજય યજ્ઞ કીટ વિતરણનો પ્રારંભ
October 22, 2022
— શ્રધ્ધાળુઓ ઘરેબેઠા યજ્ઞ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવી લઘુ મહામૃત્યુંજય યજ્ઞ કીટ
સોમનાથઃ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનીક ગ્રામીણ મહિલાઓને પગભર કરવા માટે લોકોમાં ગૌ-પાલન સંવર્ધન માટે જાગૃતિ લાવવા તેમજ ગૌપાલનથી આર્થીક ઉપાર્જન વધે તે માટે તેમજ રાષ્ટ્રમાં ધાર્મિક યજ્ઞ પરંપરા જળવાઇતે માટે ગાયના ગોબરમાંથી સ્થાનીક ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે લઘુ મહામૃત્યુંજય યજ્ઞ માટેની કીટ તૈયાર કરવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક લોક ઉપયોગી સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં નિઃશુલ્ક આરોગ્યલક્ષી ઉપચાર કેમ્પો, આરોગ્ય સેવા, સ્થાનીકોને રોજગાર માટે તાલિમ , આપત્તિના સમયે લોકોને આવાસ વ્યવસ્થા-ફુડ પેકેટ વિતરણ, લમ્પી વાયરસ સામે પશુ ચિકિત્સા માટેની વેક્સીન (રસી), દવાઓ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે.
આ લઘુ મહામૃત્યુંજય યજ્ઞ કીટ વિતરણનો શુભારંભ ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યના માન.ગવર્નર શ્રી દેવવ્રત આચાર્યજીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી દેવવ્રત આચાર્યજી એ જણાવ્યું હતું કેઃ ટ્રસ્ટની આ પ્રવૃત્તિથી ગૌ પશુપાલનને વેગ મળશે અને તેનાથી પશુપાલકોને આર્થીક ઉપાર્જન પણ વધશે. લઘુ મહામૃત્યુંજય યજ્ઞ કીટ વિતરણનો શુભારંભ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનિય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કેઃ ટ્રસ્ટના આ કાર્યથી સ્ત્રી સશક્તિકરણને વેગ મળશે, તેમજ આત્મનિર્ભરતામાં વધારો થશે.
આ પ્રસંગે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇ ઉપસ્થીત રહ્યા હતા.
આ લઘુ મહામૃત્યુંજય કીટ માત્ર રૂ.100/- માં શ્રી સોમનાથ મંદિરના કાઉન્ટર પરથી મળશે. જે કીટ દ્વારા 30 દિવસ સુધી રોજે રોજ શ્રધ્ધાળુઓ પોતાના ઘરેબેઠા યજ્ઞ કરવાનો લાભ લઇ શકશે. તેમજ વર્ષો જુની યજ્ઞ પરંપરાને વેગ મળશે. યજ્ઞથી વાતાવરણમાં પણ શુદ્ધિ થશે, ઘરમાં ધાર્મિક પરંપરા શરૂ થવાથી આવનાર પેઢીને સંસ્કાર મળશે. અને ગૌ પાલકોને ગોબરના ઉપયોગથી આર્થીક ઉપાર્જન વધશે, ગૌ સંવર્ધનમાં વૃદ્ધી થશે. તેમજ સ્થાનીક ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે. આ લઘુ મહામૃત્યુંજય યજ્ઞ કીટ ખરીદી રાષ્ટ્ર સેવા અંગેના ઉપરોક્ત ત્રણેય મહત્વના પાસાના આપ સહયોગી બનવાનો લાભ લઇ શકો છો.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
