દિલ્હીમાં પ્રદૂષણ નહીં હોવા અંગેના કેજરીવાલના દાવાની હકીકત શું છે?

દિલ્હીમાં પ્રદૂષણ નહીં હોવા અંગેના કેજરીવાલના દાવાની હકીકત શું છે?

નવી દિલ્હીઃ  દિલ્હીમાં પ્રદૂષણનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસથી રાષ્ટ્રીય મુદ્દો બન્યો છે. ખાસ કરીને કેજરીવાલ સરકારે ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફોડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેતા આ મુદ્દો વધારે ઉગ્ર બન્યો હતો.

ફટાકડા પરના પ્રતિબંધની રાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી હતી એ જ સમયે ગઇકાલે દિવાળીના દિવસે કેજરીવાલે એક મીડિયા જૂથના કથિત અહેવાલને ટાંકીને ટ્વિટ કર્યું કે, દુનિયાના ટોચના દસ પ્રદૂષિત શહેરોમાં દિલ્હીનો સમાવેશ થતો નથી. સ્વાભાવિક રીતે જ કેજરીવાલના આ દાવા વિશે પણ દેશમાં અનેકને શંકા ઉદ્દભવી અને તે અંગે વિરોધીઓ વિવિધ પ્રકારના પુરાવા રજૂ થવા લાગ્યા.

કેજરીવાલની પદ્ધતિને જાણનાર નેટિઝન્સે લખ્યું કે, દિલ્હી ભારતનું સૌથી પ્રદૂષિત શહેર નથી…એવું તમને કોણે કહ્યું. કેજરીવાલે ટ્વિટ કર્યું… *Delhi is no longer the most polluted city of India* -Who told you? Kejriwal tweeted…

https://twitter.com/MrSinha_/status/1584492122475929602?t=1mhtRucnSAD855tlO90mYg&s=19

અને તે સાથે એ વાત સ્પષ્ટ રીતે ખુલ્લી પડી ગઈ કે જે મીડિયા હાઉસનો અહેવાલ ટાંકીને કેજરીવાલે ટ્વિટ કર્યું એ જ મીડિયા હાઉસ કેજરીવાલના ટ્વિટનો હવાલો આપીને બ્રેકિંગ ન્યૂઝ આપે છે!

હંમેશની જેમ આખા મામલાનો પર્દાફાશ કર્યો વિજય પટેલે. તેમણે લખ્યું કે, કેટલાક મીડિયા હાઉસે દિલ્હીની પ્રદૂષણની સ્થિતિ અંગે બિલકુલ એક સરખા શબ્દોમાં અહેવાલ આપ્યા છે. આ સીધેસીધો કૉપી-પેસ્ટનો કેસ છે જેમાં વિવિધ મીડિયા હાઉસના અહેવાલોમાં એક-શબ્દનો પણ ફેરફાર જોવા મળતો નથી.

Extremely important small thread 1. How to fool people of the entire country with the help of media in Kejriwal style? Let me explain here…

https://twitter.com/vijaygajera/status/1584525092385497088

આશ્ચર્યની વાત એ છે કે, આ એક જ સરખો અહેવાલ વિવિધ મીડિયામાં પ્રકાશિત થઈ ગયા પછી કેજરીવાલે તેનો જ હવાલો આપીને ટ્વિટ કર્યું, અને તેને આધારે મુખ્ય પ્રવાહના તમામ મીડિયાએ કેજરીવાલને ટાંકીને સમાચાર પ્રકાશિત કરી દીધા.

જોકે, આ તમામ મીડિયા હાઉસની વિશ્વસનીયતા ઉપર પ્રશ્ન ઉપસ્થિત કરીને તેમણે પ્રદૂષણ અંગેના આંતરરાષ્ટ્રીય રજૂ કર્યા જેમાં આખી દુનિયામાં દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.

કેજરીવાલ તેમજ તેમના આધારે મીડિયાએ પ્રકાશિત કરેલા અહેવાલોને નકારી કાઢીને અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ પણ પ્રદૂષણ અંગેના તાજા ડેટા રજૂ કર્યા હતા.

દેશ ગુજરાત