રાજસ્થાનમાં દર મહિને 400 છોકરીઓ લાપતા થાય છેઃ ગેહલોત સરકાર પર ભાજપનું હલ્લાબોલ
October 28, 2022
જયપુરઃ રાજસ્થાનના ભીલવાડામાં છોકરીઓનું ખરીદ-વેચાણ થતું હોવાના અહેવાલોને પગલે ભારે વિવાદ જાગ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન રાઠોડ સહિત રાજસ્થાન ભાજપના નેતાઓએ જોરશોરથી આ મુદ્દો ઉપસ્થિત કરતા કોંગ્રેસ સરકારના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ છેવટે પ્રતિભાવ આપવો પડ્યો હતો.
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના મુખ્યપ્રધાન ગેહલોતને મીડિયા ઘેરી વળતાં તેમણે એ વાતનો સ્વીકાર કરવો પડ્યો હતો કે સરકારને આ બાબતે માહિતી મળી છે અને તપાસ માટે ટીમો બનાવવામાં આવી છે.
રાજસ્થાન ભાજપના વરિષ્ઠ નેતા રાજ્યવર્ધન રાઠોડે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, જો સરકારને આ મામલાની જાણ છે તો પછી અત્યાર સુધી એકપણ એફઆઈઆર શા માટે નોંધવામાં આવી નહોતી? આ કેસમાં શા માટે પોસ્કો કાયદો લાગુ કરવામાં આવ્યો નથી? શા માટે વહીવટીતંત્ર કોઈ પગલાં લેતું નથી? તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં છોકરીઓનાં અપહરણના કિસ્સા સતત વધી રહ્યા છે. દર મહિને રાજ્યમાં ઓછામાં ઓછી 400 છોકરીઓ લાપતા થાય છે.
પત્રકાર પરિષદમાં રાજ્યવર્ધન રાઠોડે કહ્યું કે, કોંગ્રેસશાસિત રાજસ્થાનમાં બજારમાં દીકરીઓનું વેચાણ થાય છે. આટલી ખતરનાક સ્થિતિ રાજસ્થાનની થઈ ગઈ છે. એ છોકરીઓને ગુલામ બનાવવામાં આવી રહી છે. આવા પ્રકારની વાતો આપણે આઈસીસી અને તાલિબાન સંદર્ભે સાંભળી હતી પરંતુ હવે આપણા રાજસ્થાનમાં કોંગ્રેસના શાસનમાં આવી સ્થિતિ આવી ગઈ છે.
ભાજપના નેતાએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી આ અંગેના અહેવાલો અખબારોમાં પ્રકાશિત થઈ રહ્યા છે. આપણી બહેન-દીકરીઓને બીજાં રાજ્યોમાં, વિદેશોમાં વેચવામાં આવી રહી છે. અને તેની સંપૂર્ણ જાણકારી વહીવટીતંત્ર પાસે છે, પોલીસ પાસે છે, સરકારને તેના વિશે જાણકારી છે છતાં તમને આશ્ચર્ય થશે કે એકપણ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.
તેમણે પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે, પોલીસ કોના દબાણ હેઠળ આવી ગઈ છે? અપરાધીઓને કોનો આશ્રય મળેલો છે કે તેમને પોલીસનો ડર નથી?
અખબારી અહેવાલોનો હવાલો આપીને તેમણે કહ્યું કે, ભીલવાડાના અમુક વિસ્તારોમાં તો રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આ બધું થઈ રહ્યું છે. સ્થિતિ એ હદે આઘાતજનક છે કે, ફેક આધારકાર્ડ બની ગયેલા છે અને કોઈ પ્રામાણિક પોલીસ અધિકારી કોઇ અપરાધીને પકડે તો અમુક લોકો નકલી આધારકાર્ડ લઇને ઉપસ્થિત થઈ જાય છે અને પોતે એવા લોકોના માતા-પિતાના હોવાના દાવા કરીને છોડાવી જાય છે. તેમણે એવો પણ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે, વહીવટીતંત્ર શા માટે ચૂપ છે, સ્થાનિક રાજકારણીઓ શા માટે ચૂપ છે? અપરાધીઓ પકડાય ત્યારે એકાએક સ્ટેમ્પ પેપર ઉપર દત્તકનામું તૈયાર થઈ જાય છે, આવું કેવી રીતે બની શકે તેમ રાજ્યવર્ધન રાઠોડે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
આઠ વર્ષથી 18 વર્ષની દીકરીઓને વેચવામાં આવી રહી છે છતાં એફઆઈઆર કે પોસ્કો લગાવવામાં આવ્યો નથી. તેમણે આ સમગ્ર કૌભાંડ કેવી રીતે ચાલે છે તેનું વિગતવાર વર્ણન કર્યું હતું- https://www.youtube.com/watch?v=X_ElugOpEjU&ab_channel=BharatiyaJanataParty
ભાજપના નેતાઓએ આ ઉપરાંત રાજસ્થાનની કોંગ્રેસ સરકારના બીજા અનેક કૌભાંડ અને બિનકાર્યક્ષમતાનાં ઉદાહરણો પણ પ્રસ્તુત કર્યાં હતાં અને માગણી કરી હતી કે આ બધું અટકાવવા માટે તત્કાળ પગલાં લેવામાં આવે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
