કાર્પેટ બોમ્બીંગ ઝંઝાવાતી પ્રચારના શ્રીગણેશની જાહેરાત કરતો ગુજરાત ભાજપ

કાર્પેટ બોમ્બીંગ ઝંઝાવાતી પ્રચારના શ્રીગણેશની જાહેરાત કરતો ગુજરાત ભાજપ

ગાંધીનગર: ભારતીય જનતા ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગ જણાવે છે કે, લોકતંત્રના મહાપર્વના પ્રથમ ચરણમાં ૮૯ બેઠકો પૈકી ૮૨ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં રાષ્ટ્રીય સંગઠન, કેન્દ્રિય મંત્રી મંડળ તેમજ ભાજપા શાસીત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ, દેશના વિવિધ લોકસભા ક્ષેત્રના સાંસદો મળી કુલ ૧૫ મહાનુભાવો ૪૬ વિધાનસભા ક્ષેત્રમાં અને પ્રદેશ અધ્યક્ષ  સી. આર. પાટીલ, રાજય સરકારના મુખ્યમંત્રી, મંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ કેબીનેટ મંત્રીઓ રાજ્યના સાંસદો તેમજ સંઠનના હોદેદારો મળી કુલ ૧૪ મહાનુભાવો ૩૬ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર-પ્રસાર અને વિશાળ જનસભાને સંબોધન કરશે.

સી. આર. પાટીલ  વધુમાં જણાવ્યું હતું કે, લોકતંત્રના ચૂંટણીના પ્રથમ ચરણમાં ૮૯ બેઠકો ૮૨ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રિય મંત્રી  નીતિન ગડકરી, કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર તોમર, કેન્દ્રિય મંત્રી  અનુરાગ ઠાકુર, કેન્દ્રિય મંત્રી જનરલ વી. કે. સિંહ, કેન્દ્રિય મંત્રી  મનસુખભાઇ માંડવીયા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી  શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીશ, પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ  તેજસ્વી સુર્યા, તેમજ લદાખ લોકસભા ક્ષેત્રના સાંસદ  જમ્યાંગ નામગ્યાલ આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સાંસદ  પરસોત્તમભાઇ રૂપાલા, પૂનમબેન માડમ,પૂર્વ કેબીનેટ મંત્રી  ગુજરાત સરકાર  વજુભાઇ વાળા,  આર. સી. ફળદુ,  ગણપતભાઇ વસાવા,  પરસોત્તમભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર અને જનસભા સંબોધનાર મહાનુભાવો દેશ અને વિવિધ રાજ્યોમાં કાર્યરત બિન ભાજપા સરકારોનું વાસ્તવિક ચિત્ર ઉજાગર કરશે. મહાનુભાવોના આ પ્રચાર પ્રસાર થકી રાજ્યમાં રેકોર્ડ બ્રેક સીટો સાથે અને રેકોર્ડ બ્રેક લીડ સાથે ભાજપાનો પ્રચંડ વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. દેશગુજરાત