શહેરી આયોજનના સુદ્રઢીકરણ માટે તાલીમ અને પરામર્શક સંસ્થા તરીકે ‘ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી કંપની’ ની રચના

અમદાવાદ : અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ઔડાની તા. ૦૪/૦૭/૨૦૨૨ની ૨૮૮મી બોર્ડ બેઠકનો ઠરાવ ક્રમાંક:૨૨(૨૦૨૨-૨૩)થી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) અંતર્ગત શહેરી આયોજનના સુદૃઢીકરણ માટે તાલીમ અને પરામર્શક સંસ્થા તરીકે ‘ગુજરાત ટાઉન પ્લાનીંગ કન્સલ્ટન્સી કંપની’ની રચના કરવા ઠરાવવામાં આવેલ છે.
સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૧/૧૦/૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક:યુડીએ- ૧૦૨૦૨૨-એસએફ-૯૨-વ થી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) અંતર્ગત ‘ગુજરાત ટાઉન પ્લાનીંગ કન્સલટન્સી કંપની’, કંપની એકટ, ૨૦૧૩ હેઠળ સ્થાપવા ઔડાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આપેલ છે. જેમાં નીચે મુજબના બોર્ડ ઓફ ડિરેકટર રહેશે તેમ સરકારશ્રી દ્વારા જણાવેલ છે.
જેમાં માન. અગ્ર સચિવ/અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિકારી ચેરમેન તરીકે રહેશે. મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાઈસ ચેરમેન તરીકે રહેશે. મુખ્ય કારોબારી અધિકારી-ઔડા મેનેજિંગ ડીરેકટર (વહીવટી સંચાલક) તરીકે રહેશે. કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન, મુખ્ય કારોબારી અધિકારી-(સુડા, વુડા, રુડા, ગુડા), મુખ્ય નગર નિયોજક-નગર આયોજન અને મૂલ્યાંકન ખાતુ, ખાસ ફરજ પરના અધિકારી-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉક્ત અધિકારીશ્રીઓ સભ્ય તરીકે રહેશે. ઔડાના પ્રવર નગર નિયોજક સભ્ય સચિવ તરીકે રહેશે.
કેન્દ્ર સરકારના કોર્પોરેટ કાર્ય મંત્રાલય (Ministry of Corporate Affairs) દ્વારા તા.૨૨/૧૨/૨૦૨૨ના રોજ ‘ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી લિમિટેડ’ના નામથી કંપનીનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે.
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના નગર આયોજન માટેના અનુભવ એટલે કે વિકાસ યોજના બનાવવી, મુસદ્દા રૂપ નગરરચના યોજના બનાવવી, લોકલ એરિયા પ્લાન બનાવવા અને તેનું અમલીકરણ કરવુ તે બાબતની સક્ષમતા ધ્યાને લેતાં રાજ્યની નગરપાલિકાઓ વિસ્તારમાં આવેલા વિવિધ શહેરી વિકાસ સત્તામંડળોને મુસદ્દા રૂપ નગર રચના યોજના બનાવવાના કામમાં પ્રગતિ આવશે અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અનુભવનો લાભ મળે તે હેતુથી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત ‘ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી લિમિટેડ’, આ એક સ્વાયત્ત કંપની તરીકે કામ કરશે.
ઔડાની કચેરીમાં ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યોમાંથી વિકાસ યોજના, ટી.પી.સ્કીમ તથા લોકલ એરીયા પ્લાન સાથેનું ત્રિસ્તરીય અર્બન પ્લાનિંગ મોડેલ સમજવા અલગ અલગ ઓથોરીટીના ઉચ્ચ સ્તરના અધિકારીશ્રીઓ તથા મંત્રીશ્રીઓ ઔડાની મુલાકાત લેતા હોય છે.
આમ, આ કંપનીની રચના થવાથી સમગ્ર દેશના ઓથોરીટીને પ્રજાના સુખાકારી માટે વિકાસ યોજના, ટી.પી.સ્કીમ તથા લોકલ એરીયા પ્લાન સાથેનું મોડેલ અપનાવીએથી શહેરી વિકાસને વેગ મળશે.
The day's top stories in your inbox at 7 am, your time. Free.
Related stories
AUDA Sells 3 Ahmedabad Plots for ₹871 Crore; Bids Exceed Base Prices by Up to 49%
AUDA to Take Over SP Ring Road Toll Collection from Jan 1

AUDA Approves Land Use Change for Motera Sports Enclave

AUDA to auction 16 plots with combined base value of ₹1,415 crore

તાજેતર ના લેખો
“શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની ‘વિના મૂલ્યે’ નિવાસી તાલીમ
સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર

કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન
ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ


President Murmu at Wedding Reception of UP Minister Sandeep Singh

Modi - Modi Chants as PM Enters Wedding Reception

Modi at wedding 'Jai Shri Ram' chants

Why Lok Sabha and Assembly seats to Increase but not Rajya Sabha?

Modi at Wedding Reception of UP Minister Sandeep Singh

99.9% Cheered for Pakistan: Bangladesh Speaker on India-Pak Football Final

Putin Selfie With Indian ‘AI Kid’ Raul Jon Aju

Jaishankar Meets Foreign Ministers of Mauritius and Seychelles

Amit Shah Meets Ranbir Kapoor, Sai Pallavi & Ramayana Team

Jaishankar meets defence journalists from over 30 countries
