રાજ્યમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે : પ્રવક્તા મંત્રી
January 11, 2023
ગાંધીનગર: રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર તબક્કાવાર અનેક પગલાઓ ભરી રહી છે ત્યારે આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે તેમ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
મંત્રી શ્રી એ આ સંદર્ભે વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીશ્રીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે. દેશગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
